તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ નજીક આવેલા મુંજકા ગામમાં ગીચ વિસ્તારમાં એક ટ્રાન્સફોર્મર ભયજનક સ્થિતિમાં હોવાની અને અકસ્માત થવાની સંભાવના હોય આ ગામના સ્થાનિકે પીજીવીસીએલના રૈયારોડ સબ ડિવિઝનના નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરી ગીચ વિસ્તારમાં નાની શેરીમાંથી આ જોખમી ટ્રાન્સફોર્મર દૂર કરવા લેખિત રજૂઆત કરી હતી, પરંતુ રૈયારોડ સબ ડિવિઝનના નાયબ ઈજનેરે રજૂઆત કરનાર અરજદારને સામે લેખિતમાં એવો ઉડાવ જવાબ આપી દીધો કે આ ટ્રાન્સફોર્મર અન્ય જગ્યાએ તમે ખસેડવા માગતા હોય તો તેના માટેની જગ્યા તમે 7 દિવસમાં ફાળવો નહીંતર ત્યારબાદ આપણી અરજી રદ કરી દેવાશે.
મુંજકાના સંદીપભાઈ સતાણીએ રૈયારોડ સબ ડિવિઝનના નાયબ ઈજનેરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, મુંજકાના સોમનાથ મંદિર પાછળ શેરીમાં ચામુંડા ફ્લોરમિલ સામે પીજીવીસીએલનું ભયજનક ટ્રાન્સફોર્મર છે. આ શેરીમાં નાના બાળકો, ગાયની વધુ અવરજવર રહે છે અને આ ટ્રાન્સફોર્મર ખતરારૂપ છે જેથી આ ટ્રાન્સફોર્મર આ જગ્યાથી દૂર ખસેડવા માગણી કરી હતી. આ રજૂઆતના પ્રત્યુત્તરમાં નાયબ ઈજનેરે પણ અરજદારને લેખિત પત્ર લખી જણાવ્યું છે કે, આ ટ્રાન્સફોર્મર ઘણા સમયથી અહીં છે, લોડમાં છે, અન્ય જગ્યાએ ખસેડવાથી વોલ્ટેજના પ્રશ્નો થવાની સંભાવના છે જેથી આપ આ ટ્રાન્સફોર્મર અન્ય જગ્યાએ ખસેડવા માગતા હોય તો તે શિફ્ટ કરવાની જગ્યા 7 દિવસમાં ફાળવી નહીંતર આપની અરજી રદ કરી દેવાશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.