તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોરિયર્સ જ કોરોનાની ચુંગાલમાં:રાજકોટમાં કોરોના સામે લડી રહેલું તંત્ર જ કોરોનાની ઝપટે ચડ્યુંઃ મેયર, કલેક્ટર, પોલીસ, કુલપતિ સહિતના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેયર બીનાબેન આચાર્ય અને કલેક્ટર રેમ્યા મોહન (ફાઇલ તસવીર). - Divya Bhaskar
મેયર બીનાબેન આચાર્ય અને કલેક્ટર રેમ્યા મોહન (ફાઇલ તસવીર).
  • રાજકોટમાં દરરોજ સરેરાશ 25થી 30 લોકોનાં કોરોનાથી મોત થાય છે
  • તંત્ર કોરોનાની ઝપેટે ચડતાં મોટા ભાગની કામગીરી ઠપ્પ

અમદાવાદ, વડોદરા, સુરત અને હવે રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સામે કલેક્ટર કચેરી, મનપા કચેરી, આરોગ્ય વિભાગ, રાજકીય પક્ષો અને પોલીસ વિભાગ રાત-દિવસ જોયા વગર લડી રહ્યાં છે, ત્યારે ખાટલે મોટી ખોટ હોય તેમ કોરોના વોરિયર્સ જ કોરોનાની ઝપેટે ચડી ગયા છે. હાઈકોર્ટે પણ જવાબદારોએ ધ્યાન રાખવું જોઈએ એવી ટકોર કરી છે. રાજકોટમાં સરકારી આંકડા જોઈએ તો કોરોનાના કુલ કેસ 5 હજાર થવા આવ્યા છે. દરરોજ સરેરાશ 25થી 30 લોકો મોતને ભેટે છે. ત્યારે રાજકોટમાં કોરોનાની મુખ્ય કામગીરી જે તંત્રના વાહકો કરી રહ્યા છે તે જ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેથી મોટા ભાગની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. રાજકોટના મેયર અને કલેક્ટર સહિત મોટા ભાગના લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

કલેક્ટર અને કોર્પોરેશન કચેરી કોરોનાનું એપી સેન્ટર બન્યું
કલેક્ટર કચેરી અને કોર્પોરેશન કચેરીમાં 40થી 50 લોકો સંક્રમિત થયા છે, જેથી કલેક્ટર અને કોર્પોરેશન કચેરી કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. મહત્ત્વનું છે કે કલેક્ટર અને મેયર પોતે જ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેથી સ્ટાફમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, પણ હવે તેઓ પણ કચેરીમાં આવતાં અટકી રહ્યા છે, જેને કારણે અનેક નીતિવિષયક નિર્ણય અટકી પડ્યા છે. કોરોના દર્દીની સારવાર કરી રહેલા 125થી વધુ ડોક્ટરો કોરોનાગ્રસ્ત બન્યા છે.

રાજકોટના તંત્રમાં કોરોના
કોરોના પોઝિટિવનાં નામહોદ્દો
રેમ્યા મોહનકલેક્ટર
બી.જે. ઠેબાફાયર ચીફ ઓફિસર
બીનાબેન આચાર્યમેયર
પી.પી.રાઠોડનાયબ આરોગ્ય અધિકારી
ગોવિંદ પટેલધારાસભ્ય
અભય ભારદ્વાજરાજ્યસભા સાંસદ
અરવિંદ રૈયાણીધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
મેહુલ દવેક્લાસ વન અધિકારી
પી.બી.લાઠિયાRTO- ઈન્ચાર્જ
બી.જી.પ્રજાપતિ

ડે.મ્યુ. કમિશનર

અશોકસિંહડે. કમિશનર
વી.કે.ગઢવીPI- રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ
કશ્યપ શુક્લયુવા નેતા-ભાજપ
એ.કે.હિંડોચા

મેયરના P.A.

ભાનુબેન સોરાણીકોર્પોરેટર-કોંગ્રેસ
વી.એમ.ડોડિયાPSI- યુનિ.પોલીસ સ્ટેશન

રાજકોટમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ
હાલ રાજકોટમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. રાજકોટનું આખું તંત્ર કોરોનાની ઝપેટે ચડી ગયું છે. શહેરની મોટા ભાગની કચેરીઓ, બેંકો અને ઓફિસોમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં પાટીલની રેલી બાદ રાજકીય નેતાઓ અને કાર્યકરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે કોરોનાથી ડોક્ટર્સ પણ બાકાત રહ્યા નથી. રાજકટોમાં અત્યારસુધીમાં 150થી વધુ ડોક્ટર્સ અને નર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સી.આર. પાટીલનો પ્રવાસ સૌરાષ્ટ્ર પર ભારે પડ્યો
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે, જેથી સી.આર.પાટીલનો પ્રવાસ સૌરાષ્ટ્ર પર ભારે પડ્યો છે. સી.આર.પાટીલના પ્રવાસ બાદ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

150થી વધુ ડોક્ટર્સ કોરોના પોઝિટિવ
રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમની સારવાર કરતા તબીબો પણ હવે કોરોનાગ્રસ્ત થવા લાગ્યા છે. અત્યારસુધીમાં 150થી વધુ ડોક્ટર કોરોનાગ્રસ્ત બન્યા છે. 14 દિવસ સુધી તબીબ આઈસોલેશનમાં જતાં કોઈની સારવાર કરી શકતા નથી. આ સિવાય સર્વે જેવી કામગીરીમાં લાગેલા આરોગ્ય કર્મચારીઓ, તલાટીઓ પણ દિનપ્રતિદિન કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. જો આ ગતિએ એક્ટિવ કેસમાં તબીબો અને આરોગ્યકર્મીઓ પોઝિટિવ આવતા રહેશે તો સારવાર પર એની અસર થશે.