તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Elders Along With The Youth Registered In The New Center So That 45+ Had To Be Sent Back, 80% Of 18+ Could Be Vaccinated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:યુવાનોની સાથે વડીલોએ નવા સેન્ટરમાં નોંધણી કરાવી જેથી 45+ને પરત મોકલવા પડ્યા, 18+નું 80% રસીકરણ થઇ શક્યું

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેબસાઇટમાં 18+ અને 45+ ના અલગ-અલગ ઓપ્શન ન હોવાના કારણે પ્રથમ દિવસે રજિસ્ટ્રેશનમાં સર્જાઇ અવ્યવસ્થા
  • પ્રથમ દિવસે 15975ના રજિસ્ટ્રેશન સામે 18+ ના 7698 અને 45+ના 8277 ને રસી અપાઇ : વેબસાઇટની ખામી મુદ્દે ઉપર સુધી કરાઇ રજૂઆત

1લી મેથી સમગ્ર રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે માટે રાજકોટ ખાતે કુલ 48 સ્થળ પર વેક્સિનેશન આપવામાં આવ્યું હતું. ત્યારે ભાસ્કરની ટીમ કુલ 5 કેન્દ્ર પર જઈ તે સ્થળની વાસ્તવિક સ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો, જેમાં ઘણા લોકોમાં રસી લીધા બાદ ઉત્સાહની લાગણી જોવા મળી હતી, તો ક્યાંક અરાજકતા પણ જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકો રસી લેવા માટે તેમના નિર્ધારિત સ્થળો પર પહોંચી ગયા હતા.

ઘણા કેન્દ્રોમાં રોડ સુધી પણ લાઈનો જોવા મળી હતી, પરંતુ ક્યાંક ક્ષતિ પણ જોવા મળી હતી, જેમાં ભગવતીપરા વિસ્તાર હેઠળ આવતા ઓમ શાંતિ સ્કૂલમાં જે લોકોના રજિસ્ટ્રેશન થયા હતા, તે લોકોને તે સાઈટ પણ મળી ન હતી. તો બીજી તરફ જે લોકો રસી લઇ બહાર નીકળતા હતા તેઓને 20 મિનીિટ ઓબ્ઝર્વેશન હેઠળ પણ રાખવામાં આવ્યા હતા, અને દરેકને પેરાસિટામોલ ટેબ્લેટ આપવામાં આવી હતી.

લોકોમાં રસીને લઇ ઘણી ઉત્સુકતા જોવા મળી હતી, જેના કારણે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પર થોડા સમય માટે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી, ક્યાંક લોકો અને સ્થળના નોડલ અધિકારી સાથે ઉગ્ર ચર્ચા પણ થઇ હતી. રસી લેનાર લોકો માટે બેઠક વ્યવસ્થાથી લઇ પાણીની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી.18 વર્ષથી ઉપરના લોકો માટે શનિવારથી રસીકરણ શરૂ થતા ટેક્નિકલ ક્ષતિના કારણે ઘણા કેન્દ્રો પર લોકો રસીકરણનો લાભ પણ લઇ શકયા ન હતા, તો શેઠ હાઈસ્કૂલ ખાતે લોકોની લાંબી લાઈનો લાગ્યા બાદ કેન્દ્ર 9.30 વાગ્યે ખુલ્યું હતું જેથી લોકોમાં થોડો રોષ પણ જોવા મળ્યો હતો, તો ઘણા કેન્દ્રો પર બપોરના સમયમાં રસી લેનાર લોકોની પાંખી હાજરી હતી.

આકાશવાણી ચોક ખાતે આવેલી શિવશક્તિ પ્રાથમિક શાળામાં રસીકરણ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું જેમાં એક તરફ 45 વર્ષથી ઉપરના લોકો અને બીજી તરફ 18થી ઉપરના લોકો માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રસીકરણના પ્રથમ દિવસે 18 વર્ષથી ઉપરના 7698 અને 45+ના 8277 મળી કુલ 15975 લોકોએ રસીકરણ કરાવ્યું હતું, રવિવારે 5000 લોકોને રસી આપવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં કુલ 49 સેશન સાઈટ નક્કી કરવામાં આવી છે. સાથોસાથ સેશન સાઈટ ક્રિએટ થતાં જ ગણતરીની 10 થી 15 મિનિટમાં જ બુકિંગ ફુલ થઇ જાય છે. જેથી લોકોનો મેળાવડો વધુ ન થાય અને સમયાંતરે લોકોને રસી પણ મળતી રહે.

લાઇફ માટેની આ લાઇન રાજકોટને જીતાડશે
શનિવારથી 18+ના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું છે ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ લોકો રસીકરણ માટે ઊમટી પડ્યા હતા. અનેક કેન્દ્રો પર યુવાનો 7:30 વાગ્યે જ પહોંચી ગયા હતા અને કોરોનાના જંગ સામે લડવાનો ઉત્સાહ વર્તાયો હતો. બીજી તરફ આજે વેબસાઇટની ક્ષતિને કારણે અનેક જગ્યાએ અવ્યવસ્થા પણ સર્જાઇ હતી. જો કે યુવાનોએ લાઇનમાં ઊભીને રસી લેવાની ઝુંબેશને ટેકો આપ્યો હતો.

18ની સાથે 45 વર્ષથી ઉપરના લોકોએ સ્લોટ બુક કરાવી દેતાં સર્જાઇ ગરબડ
આરોગ્ય અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, 18 વર્ષથી ઉપરના લોકોના રજિસ્ટ્રેશન સાથે 45 વર્ષથી ઉપરના લોકોએ સ્લોટ બુક કરાવી દીધા હતા, જેના પગલે અવ્યવસ્થા સર્જાઈ હતી. કેન્દ્ર દીઠ 200નો સ્લોટ નિર્ધારિત થયો હતો, જેમાં બંને નિર્ધારિત થયેલા વયના લોકો હાજર રહ્યા હતા અને 18 પ્લસના લોકોને રસી મળી ન હતી, જેથી તેમનું રજિસ્ટ્રેશન પણ રદ થયું છે, અને જે લોકો રસી લેવા આવ્યા ન હોય તેઓએ પણ નવું રજિસ્ટ્રેશન કરાવું પડશે.

આજે 18 વર્ષથી ઉપરના લોકો માટે 1 નવી સેશન સાઈટ ઊભી કરવામાં આવશે
18 વર્ષથી ઉપરના લોકોમાં રસીકરણને લઇ ઘણી જાગૃતતા જોવા મળી હતી, પ્રથમ દિવસે થોડી તકલીફ સર્જાતા તંત્ર દ્વારા વધુ બે સેશન સાઈટ નક્કી કરાઇ છે, જેથી હવે કુલ 49 કેન્દ્ર પર રસી લઇ શકાશે. જે માટે કેન્દ્ર દીઠ 100નો સ્લોટ નક્કી કરાયો છે, જેથી આજનો લક્ષ્ય 5000નો નિર્ધારિત કરવામાં આવ્યો છે. ત્યારે 45 વર્ષથી ઉપરના લોકો માટે વિશેષ રૂપથી 21 આરોગ્ય કેન્દ્ર અને પદ્મકુંવરબા હોસ્પિટલ નિર્ધારિત કરવામાં આવેલી છે. જ્યાં 45થી ઉપરના લોકો રસી લઇ શકશે.

ભગવતીપરા હેઠળ આવેલી ઓમ શાંતિ સ્કૂલની સાઈટ લોકોને ન મળી
ઘણા ખરા લોકો પ્રથમ દિવસે રસી લેવાથી વિમુક્ત રહ્યા હતા, અને તેઓને તેમને ફાળવેલી સાઈટ પણ મળી ન હતી. આ મુદ્દે આરોગ્ય અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, જે સોફ્ટવેર હેઠળ લોકોને સેશન સાઈટ ફાળવવામાં આવે છે તે સોફ્ટવેર સરનામાના અમુક કેરેક્ટર સ્વીકારતું નથી, જેથી અપૂરતું એડ્રેસ લોકોને મળે છે, અને તેઓને આ તકલીફ વેઠવી પડે છે. પરંતુ તંત્ર દ્વારા આ અંગે જો ફોન કરવામાં આવે તો તેઓને મેડિકલ ઓફિસર દ્વારા માહિતગાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો