તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોવૈજ્ઞાનિકનું અવલોકન:કોરોના મહામારી વચ્ચે ઋતુ પરિવર્તનની અસરો શરીર-મન પર પડે છે, ગરમીમાં ચીડિયાપણું, આક્રમકતા, હતાશા સહિતના લક્ષણો વધે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઈલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઈલ તસવીર
  • પ્રોફેસર અને કાઉન્સેલર ડૉ. રામાણી કહે છે, મૃત્યુ પાછળ માનસિકતા પણ જવાબદાર

કોરોના મહામારી દરમિયાન છેલ્લે એક વર્ષ કરતા વધુ સમયથી યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો માનસિક રીતે ભાંગી પડેલા લોકોનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે. કોરોનાની બીમારીની સાથે સાથે લોકોની માનસિક સ્થિતિથી પણ પ્રોફેસર વાકેફ છે ત્યારે પ્રોફેસર ડૉ. ડિમ્પલ રામાણી જણાવે છે કે, જેમ જેમ ઋતુ બદલાય છે તેમ તેમ સ્વભાવમાં પરિવર્તન જોવા મળે છે.

ઋતુ અનુસાર શરીરને અનુકૂળ કરવું
હાલની પરિસ્થિતિમાં આપણે કોરોનાની મહામારીમાં સપડાયા છીએ જેને કારણે આપણને કોરોના સિવાય કશું દેખાતું નથી. વાતાવરણની અસર આપણા મૂડ પર થાય છે. દરેક ઋતુ અનુસાર આપણે આપણા શરીરને અનુકૂળ કરવું જોઈએ જેથી આવી વૈશ્વિક મહામારીમાં પણ આપણે મનથી ટકી રહીએ. હાલ ઉનાળો ચાલી રહ્યો છે તો આ સમયે ગરમીને કારણે વર્તનમાં પણ ચીડિયાપણું, આક્રમકતા, નિરાશા, હતાશા જેવા લક્ષણો જોવા મળે છે.

હોળી-ધુળેટી પછી બીમારીનો સમય છે
સામાન્ય રીતે ઉનાળામાં શરદી, ઉધરસ કે કફ થવાની કે બીમારી થવાની શક્યતા ખૂબ વધુ છે. આમ પણ કહેવાય છે કે હોળી-ધુળેટી પછીનો સમય બીમારીના સમય તરીકે જ ઓળખવામાં આવે છે કેમ કે શિયાળાનો કફ હોળી ધુળેટી પછી શરીરમાંથી વાતાવરણને કારણે નીકળતો હોય છે, પરંતુ હાલ આપણે બધી બીમારીને કોરોના નામથી ખપાવી દીધી. અમારા એક વર્ષના ઓબ્ઝર્વેશનને આધારે કહી શકું કે મન નબળું તો તન નબળું પડતું હોય છે.

મોત પાછળ વિચારો પણ જવાબદાર
મૃત્યુ પાછળ 100% કોરોના મહામારી જવાબદાર નથી આપણી કેટલીક માનસિકતા પણ જવાબદાર છે. આપણા મગજમાં આંતરિક રસાયણોની વધઘટ, ગ્રીષ્મ ઋતુમાં જઠરાગ્નિ મંદ પડવી, ટેન્શન, ચિંતા, દોડાદોડી, કૌટુંબિક -આર્થિક -સામાજિક સમસ્યાઓ અને રૂઢિગત માન્યતાઓ કે બિનજરૂરી અથવા નકારાત્મક વિચારસરણીને કારણે આ બધું બનતું હોય છે.

ગરમીને કારણે હાલ લોકોમાં આટલા લક્ષણો જોવા મળે છે
ચીડિયો સ્વભાવ થવો, અક્રમક થઇ જવું, નાની નાની વાતમાં ગુસ્સો આવવો, હતાશ થવું, બીજા સાથે ઝગડો કરવો, કંટાળો આવવો, કોઈ કામ કરવાની ઈચ્છા ન થવી, શરીર ગરમ રહે, હળવો તાવ આવવો, શરદી-ઉધરસ થવા, જમવાનું ન ભાવે, ઊંઘ ન આવવી, વારંવાર ઠંડા પાણીએ નહાવાની ઈચ્છા થવી, વજનમાં પરિવર્તનનો અનુભવ કરવો, સુસ્તી કે બેચેની લાગવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી રહી છે, મૃત્યુ અથવા આત્મહત્યાના વારંવાર વિચારો આવવા.

અન્ય સમાચારો પણ છે...