તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:જેતપુરના મોટા ગુંદાળા ગામે કુદરતી હાજતે ગયેલી એક તરૂણી અકસ્માતે ચેકડેમમાં પડી જતા બીજી બચાવવા ગઈ, બંનેના ડૂબી જતા મોત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેતપુરના મોટા ગુંદાળા ગામે બે તરૂણી ચેકડેમમાં ડૂબી જતા મોત, બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા - Divya Bhaskar
જેતપુરના મોટા ગુંદાળા ગામે બે તરૂણી ચેકડેમમાં ડૂબી જતા મોત, બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા
  • ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને હોડી વડે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા

જેતપુરના મોટા ગુંદાળા ગામે ચેકડેમમાં અકસ્માતે પડી જતા બે તરૂણીના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી આવી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાદમાં પોલીસ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં બંને તરૂણી કુદરતી હાજતે જવા નીકળી હતી ત્યારે અકસ્માતે એક તરૂણી ચેકડેમમાં પડી હતી અને બીજી તેને બચાવવા ચેકડેમમાં કૂદી હતી. પરંતુ બંનેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.

પરિવારજનોએ સરપંચને જાણ કરી હતી
મળતી માહિતી મુજબ સોનલ સુરેશભાઇ ચેખલીયા (ઉં.વ. 18) અને ગોપી નીરવભાઇ ખાવડીયા (ઉં.વ.15) મોટા ગુંદાળાના ચેકડેમ બાજુ કુદરતી હાજતે ગયા હતા. પરંતુ કોઈ કારણોસર એક ચેકડેમમાં અકસ્માતે ડૂબતા બીજી બચાવવા જતા બંને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પરિવારજનોએ આ અંગે મોટા ગુંદાળા ગામના સરપંચ વિપુલભાઇ ઢોબરીયાએ જાણ કરી હતી.

ગામના લોકોએ હોડી વડે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા
ગામના આગેવાનો ભગવાનજીભાઇ પોલટા, રમેશભાઇ કોટડીયા, દિપક બાચરોલીયા, જતન હિરપરા, કાનજી શીંગાળ સહિતનાએ હોડી લઈ બંનેના મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.