વાવણીલાયક વરસાદ:પડધરી પાસે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું સ્થળ પર જ મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ સોયાબીનનું 4200, શાકભાજીનું 5300 હેક્ટરમાં વાવેતર કરી દીધું

સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. કેટલાક વિસ્તારોને બાદ કરતા મહદંશે ઠેર ઠેર વાવણીને અનુરૂપ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં એકંદરે કપાસનું ખાસ્સું આકર્ષણ જોવા મળી રહ્યું છે, તેમ છતાં સરકારી ચોપડે અત્યાર સુધીની વિગતો મુજબ મગફળીનું વાવેતર 1.71 લાખ હેક્ટર સાથે પ્રથમ ક્રમે અને કાચા કપાસનું વાવેતર 1.63 લાખ હેક્ટર સાથે દ્વિતીય ક્રમે નોંધાયું છે.

ખેતીવાડી ખાતાએ જાહેર કરેલી સત્તાવાર વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં કુલ 3,53,100 હેક્ટર વિસ્તારમાં વાવેતરકાર્ય પૂર્ણ થયું છે. જેમાં 1,63,200 હેક્ટરમાં કપાસ, 1,71,500 હેક્ટરમાં મગફળી, 100 હેક્ટરમાં બાજરો, 700 હેક્ટરમાં તુવેર, 600 હેક્ટરમાં મગ, 200 હેક્ટરમાં અડદ, 400 હેક્ટરમાં તલ, 100 હેક્ટરમાં એરંડા, 5300 હેક્ટરમાં શાકભાજી અને 6600 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર નોંધાયું છે. અત્યાર સુધી જે પદ્ધતિથી વરસાદ પડી રહ્યો છે, તે ખેતરોમાં વાવવામાં આવેલા પાક માટે ઉત્તમ સાબિત થઇ રહ્યો છે.

અત્યાર સુધીના વાવેતરના ચિત્ર પરથી આ વિગતો જાહેર કરવામાં આવી છે, દરમિયાન આગામી સપ્તાહમાં વાવેતરનો ગ્રાફ વધશે તેવો વિશ્વાસ ખેતીવાડી વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આખા રાજ્યમાં કુલ 30,20,600 હેક્ટરમાં વાવેતર થયું છે જે પૈકી સૌરાષ્ટ્રમાં 22,99,500 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...