તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અકસ્માત સર્જ્યા બાદ કોંગી નગરસેવકના ભાઇએ ચાલકનું અપહરણ કરી માર માર્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચુનારાવાડ નજીક ગુરુવારે સાંજે બનેલો બનાવ, દૂધસાગર રોડ પર છોડી દીધો

શહેરના સામા કાંઠા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટરના ભાઇએ અકસ્માત સર્જી ટુ વ્હિલર ચાલકનું અપહરણ કરી માર માર્યાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. રામનાથપરામાં રહેતા કારખાનામાં કામ કરતા મયૂર ભગવાનજીભાઇ ચૌહાણે કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીના ભાઇ મુક્તાર અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યે ટુ વ્હિલર લઇ ચુનારાવાડથી તેના ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે પાછળથી આવેલી કાળા કલરની કારે ટુ વ્હિલરને ઠોકર મારી હતી. જેથી પોતે વાહન પરથી પડી ગયો હતો.

બાદમાં પોતે ઊભો થઇ કાર જોઇને ચલાવવાનું કહેતા કારમાંથી બે શખ્સ નીચે ઉતર્યા હતા. અને બંને શખ્સે માથાકૂટ કરી પોતાને કારમાં બેસાડી દૂધસાગર રોડ પર લઇ ગયા હતા. ત્યાં બંને શખ્સે પોતાને નીચે ઉતારી માર મારી તું મને ઓળખે છે હું કોણ છું, હું કોર્પોરેટર મકબૂલનો ભાઇ મુક્તાર છું કહી માર માર્યો હતો.

બાદમાં મુક્તારને ઓળખતા તેના પરિચિત ત્યાંથી નીકળતા તેમને ઊભા રખાવી વાતચીત કર્યા બાદ ધમકી આપી જવા દીધો હતો. બનાવ બાદ પોતે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇકાતરિયાએ ગુનો નોંધી મુક્તારને પકડવા તેના ઘરે પહોંચ્યા હતા. પરંતુ મુક્તાર હાથ લાગ્યો ન હતો. કોંગ્રેસના કોર્પોરેટરના ભાઇને પકડવા પોલીસે તેના આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...