તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સિટીબસના ડ્રાઇવર અને કંડક્ટરે બાઇકચાલકને રોડ વચ્ચે માર્યો

રાજકોટ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
જોખમી રીતે બસ ચલાવતા ડ્રાઇવરને બાઇક ચાલકે ટપારતા રોડ વચ્ચે બસ ઊભી રાખી બાઇકચાલકને માર મારતા લોકો ટોળે વળ્યા હતા. - Divya Bhaskar
જોખમી રીતે બસ ચલાવતા ડ્રાઇવરને બાઇક ચાલકે ટપારતા રોડ વચ્ચે બસ ઊભી રાખી બાઇકચાલકને માર મારતા લોકો ટોળે વળ્યા હતા.
 • નાણાવટી ચોક પાસે બનેલી ઘટનાનો વીડિયો જાહેર
 • બસ સરખી ચલાવવાનું કહ્યું હતું, ચાલકને પોલીસનું તેડું

શહેરમાં સામાન્ય બાબતોએ થતી બોલાચાલી મારામારી સુધી પહોંચતી હોવાના બનાવો રોજિંદા બની ગયા છે. આવો એક બનાવ દોઢસો ફૂટ રિંગ રોડ નાણાવટી ચોક પાસે બન્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં સિટીબસ ચાલક અને કંડક્ટરે સરાજાહેર બાઇકચાલકને માર મારતા નજરે પડે છે. બનાવ સવારના સમયે બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ, બસના ચાલકને બસ સરખી રીતે ચલાવવાનું કહેતા ચાલક ઉશ્કેરાય ગયો હતો અને જીજે.03બીટી.148 નંબરની સિટીબસને રોડ વચ્ચે ઊભી રાખી દીધી હતી. બાદમાં તેની સાથે કંડક્ટર પણ નીચે આવી સરાજાહેર બાઇકચાલકને માર માર્યો હતો. બનાવને પગલે દોઢસો ફૂટ રિંગ રોડ પરથી પસાર થતા વાહનોના પૈડાં થંભી ગયા હતા અને ટોળાં એકઠા થઇ ગયા હતા.

જોકે, આ બનાવની પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી, પરંતુ વીડિયો ફરતો થતા ગાંધીગ્રામ પોલીસમથકના પીઆઇ વાળા સહિતનો સ્ટાફ નાણાવટી ચોક દોડી ગયા હતા. બનાવની લોકો પાસેથી વિગતો મેળવી સરાજાહેર ગુંડાગર્દી કરનાર સિટીબસના ચાલકને મંગળવારે પોલીસમથક બોલાવ્યાનું પીઆઇ વાળાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો