ધરપકડ:મહારાષ્ટ્રથી ટ્રકમાં બે કિલો ગાંજો લાવનાર ચાલક, ક્લીનર પકડાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની SOGએ પડધરી પાસેથી બાતમીના આધારે ઝડપી લીધા

રાજકોટ જિલ્લા પોલીસની સ્પે.ઓપરેશન ગ્રૂપે પડધરી પાસેથી ટ્રકચાલક, ક્લીનરને બે કિલો ગાંજા સાથે પકડી પાડ્યા છે.

પડધરી પાસેથી જામનગર પાસિંગવાળી ટ્રકમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી થવાની માહિતીના પગલે સ્પે.ઓપરેશન ગ્રુપે વોચ ગોઠવી ટ્રકને પકડી લીધો હતો. ટ્રકમાંથી સિક્કાના ચાલક કાસમ અનવર સાઇચા અને વાડીનારના ક્લીનર અસ્લમ ઇબ્રાહીમ માણેકની અટકાયત કરી હતી. ટ્રકની કેબિનમાં સંતાડેલો રૂ.20 હજારની કિંમતનો બે કિલો ગાંજાનો જથ્થો કાઢી આપ્યો હતો.

જેથી એસઓજીએ રૂ.15.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક-ક્લીનરને પડધરી પોલીસ હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછમાં બંને મહારાષ્ટ્રના માલેગાંવથી ટ્રકમાં મકાઇનો લોટ સાથે ગાંજો લઇને આવ્યા હોવાની અને જામનગર ગાંજાનો જથ્થો આપવાનો હોવાની કેફિયત આપી છે. પોલીસ શુક્રવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. અગાઉ પણ ગાંજાની ખેપ મારી હોવાનું કાસમ સાઇચાએ પોલીસને કેફિયત આપી છે.

અન્ય સમાચારો પણ છે...