• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The D.Registrar, Against Whom The Investigation Is Going On In All Four Cases, Has Been Entrusted With The Responsibility Of The Non teaching Permanent Recruitment Process.

સૌરાષ્ટ્ર યુનિ.માં ફરી વિવાદ:જેની સામે બબ્બે પ્રકરણની તપાસ ચાલી રહી છે તેવા ડે.રજિસ્ટ્રારને નોન ટિચિંગની કાયમી ભરતીની પ્રક્રિયાની જવાબદારી સોંપાઈ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એ આમ તો વિદ્યાનું ધામ છે પરંતુ વિદ્યાનું ધામ વિવાદોનું ધામ બની ગયું હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવતા જ રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર કે જેમની સામે બબ્બે પ્રકરણની તપાસ ચાલી રહી છે તેવા ડેપ્યુટી રજીસ્ટ્રારને નોન ટીચિંગની કાયમી ભરતીની પ્રક્રિયામાં જવાબદારી સોંપાઈ હોવાનું ખૂલતા વિવાદ સર્જાયો છે.

લેખિત પરીક્ષાના માધ્યમથી પસંદગી
અમદાવાદના બોડકદેવમાં સ્થિત Edutest solutions ખાનગી એજન્સીને નોન ટીચિંગની ભરતી માટે રજીસ્ટ્રેશનની કામગીરી સોંપી હોવાનું ખૂલ્યું છે. જેના પ્રોજેક્ટ મેનેજરે ગત તા.7 જુલાઈના ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે.જોશીને ઈ-મેઈલ પર ફોર્મ ભરતા ઉમેદવારોની સંખ્યાનું લીસ્ટ મોકલ્યું હતું. જે ઈ-મેઈલ કુલપતિ ડો.ગિરીશ ભિમાણીને પણ મોકલાયો છે. યુનિવર્સિટીમાં નોન ટીચીંગની કાયમી 54 જગ્યાની ભરતી સામે 4,337 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમેદવરોની લેખિત પરીક્ષાના માધ્યમથી પસંદગી થવાની છે.

ભરતી પ્રક્રિયામાં સામેલ કરાતા વિવાદ
ઉલ્લેખનીય છે કે અધિકારી જોશી રાજ્યની ગાંધીનગરમાં સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કુલસચિવ હતા ત્યારે ખરીદ પ્રક્રિયામાં અનિયમિતતા અને ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં નવી કોલેજ અને કોર્ષ માટેની લોકલ ઇન્ક્વાયરી કમિટીમાં ગયા હતા. તે મામલે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીએ તાત્કાલિક પગલાના દોઢ વર્ષ બાદ ગત તા.19 જૂને તપાસ સમિતિ બનાવાઈ. જોકે તેના દોઢ માસ પણ કોઈ કાર્યવાહી નથી થઇ ત્યારે તે અધિકારીને નોન ટીચિંગની ભરતી પ્રક્રિયામાં સામેલ કરાતા વિવાદ સર્જાયો છે.

નવી તારીખ હવે જાહેર થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નોન ટીચિંગની જુદી જુદી 54 જગ્યા માટેની લેખિત પરીક્ષા 27 ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન લેવાનું આયોજન કર્યું હતું જેમાં 54 જગ્યા માટે કુલ 4225 ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિસ્ટમ મેનેજર, પબ્લિકેશન ઓફિસર, સિસ્ટમ પ્રોગ્રામર, કોચ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોરકીપર, આસિસ્ટંટ કમ ક્લાર્ક સહિતની જુદી જુદી 22 પોસ્ટ માટે 54 જગ્યા બહાર પાડવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટીએ પરીક્ષાના પાંચ દિવસ પહેલા જ આયોજન મોકૂફ રાખ્યું હોવાનું જાહેર કર્યું હતું અને લેખિત પરીક્ષાની નવી તારીખ હવે પછી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...