તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં પ્રથમ અઢીવર્ષ માટે દલિત અનામત આવશે તેવી વાત નિશ્ચિત મનાઇ રહી હતી, દલિત મેયર માટે ભાજપના રાજકીય આગેવાનો એક ચહેરાને નક્કી માની રહ્યા હતા, એ માટે એક મહિલા આગેવાને કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા, પરંતુ બુધવારે જાહેર થયેલા રોટેશન મુજબ આગામી અઢીવર્ષ માટે મેયર ઓબીસી રહેશે અને ત્યારપછીના અઢીવર્ષ માટે મહિલા રહેશે હવે પછીના અઢીવર્ષ માટે મહિલા ફરજિયાત છે ત્યારે પ્રથમ અઢીવર્ષ માટે ઓબીસી મહિલાને રાજકીય પક્ષ મેયર પદ ન આપે અને આ ચર્ચાથી મહિલા ઉમેદવારનું મેયર બનવાનું સ્વપ્ન રોળાઇ ગયાની વાતો પણ શરૂ થઇ હતી.
રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ફાઇનલ કરી લીધા બાદ તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાના વોર્ડના મુખ્ય વિસ્તારના મુખ્ય ચોકમાં કોઇ મકાન દુકાનોમાં કાર્યાલય ખોલવા માટે નજર દોડાવી હતી, તમામના માનસમાં શ્રેષ્ઠ લોકેશન ચાલતું હતું, અને આવી દુકાનો ઓફિસે તમામ પક્ષના આગેવાનો દોડ્યા હતા, જેની કારી ફાવી તેને તે સ્થળ મળ્યું હતું, પરંતુ એક જ ઓફિસ કે દુકાન મેળવવા તમામ રાજકીય પક્ષના આગેવાનો પહોંચ્યાના પણ અનેક બનાવ બન્યા હતા, તેમજ પોતાના વિસ્તારના તમામ રોડ, ડિવાઇડર અને ખૂણાઓ પર પોતાના પક્ષના ઝંડા અને બેનર લગાવવા માટે પણ જાણે હરીફાઇ જામી હતી. આ ઉપરાંત જે-તે વિસ્તારમાં જ્યાં વધુ ખરીદી થઈ હોય તેવા લોકેશન પર પણ સૌથી પહેલા બેનર-ઝંડી લગાવવા રાજકીય પક્ષોએ દોડધામ કરી હતી.
કોંગી ઉમેદવારોમાં ચર્ચાતો મુદ્દો, આપણે જ પ્રચારક બનવું પડશે!
ભાજપ, કોંગ્રેસ, આપ અને એનસીપીના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, ભાજપ પોતાની આગવી સ્ટાઇલથી નેટવર્ક મુજબ પ્રચાર પ્રસારનું કામ કરી રહી છે, આપ તરફથી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો રોડ શો યોજાઇ ગયો છે, ભાજપ માટે મુખ્યમંત્રીની જાહેરસભાઓ યોજાશે, પ્રદેશ પ્રમુખ પણ આવે તેવી વાત છે અને અન્ય નેતાઓની યાદી પણ બનશે જ્યારે કોંગ્રેસ તરફથી સ્ટારપ્રચારકની કોઇ વિધિવત જાહેરાત કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવારો અને આગેવાનો કહેતા હતા કે, આપણે જાતે જ સ્ટાર પ્રચારક બનીને શહેરને ધમરોળવાનું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.