તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ટેક્નોલોજી:ડોક્ટર-નર્સ ઓફિસમાં બેઠા બાટલાનું લેવલ જાણી શકશે

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને જીટીયુનો એવોર્ડ

હોસ્પિટલમાં ડોક્ટર્સ અને નર્સને દર્દીઓની સારવાર માટે બાટલા ચડતા હોય ત્યારે તેનું લેવલ કેટલું છે તે જોવા માટે પલંગે પલંગે જવું પડતું હોય છે. વી.વી.પી. ઈજનેરી કોલેજનાં ઈલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓના જી.ટી.યુ.માં શાનદાર પ્રોજેક્ટથી હોસ્પિટલમાં દર્દીને બાટલા ચડતા હશે ત્યારે ડોક્ટર કે નર્સે પલંગે જવું નહીં પડે મોબાઈલ દ્વારા બાટલાનું લેવલ જાણી શકાશે.

આમ દર્દીઓને તેમજ ડોક્ટર અને નર્સોને આ અદ્યતન સિસ્ટમ ઘણી ઉપયોગી થઈ શકશે અને વધુમાં વધુ દર્દીઓને અન્ય નિદાનની સેવામાં ઉપયોગી થઈ શકશે અને દર્દીઓ પોતાની ઘરે બાટલા ચડાવે તો પણ ડોક્ટર અને નર્સ આસાનીથી મોનિટરિંગ કરી શકશે. આ પ્રોજેક્ટને જીટીયુ તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રિકલ વિભાગના આઠમા સત્રના વિદ્યાર્થીઓ તોયમ શર્મા, જય કારેલિયા, ખોજેમા માંકડા વિદ્યાર્થીઓ દ્વારા ‘આઈ.વી.લેવલ મોનિટરિંગ સિસ્ટમ’ નામનો આકર્ષક પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો