તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બે દિવસ માં લેન્ડ ગ્રેબિંગ હેઠળ જિલ્લા પોલીસ કેસ કરશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • શહેરમાં પણ બે કેસ દાખલ કરવા વિચારણા

રાજકોટ જિલ્લા અને શહેરમાં જમીન પર કબજો કરનારા ભૂમાફિયાઓ સામે ધીરે ધીરે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદો થઈ રહી છે અને વધુ એક ફરિયાદ આગામી બે દિવસમાં થનારી છે. એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 3 કેસ પેન્ડિંગ રખાયા છે જેમાં એક કેસ શહેરનો છે. આ સિવાય બેઠકમાં એક કેસ પર ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ કેસ જિલ્લા પોલીસ અંતર્ગત આવતો હોવાનું બહાર આવ્યું છે અને આગામી બે દિવસમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરી રહી છે. આ જ બેઠકમાં એક બિલ્ડરે પચાવી પાડેલી જગ્યા પર પણ ચર્ચા થઈ રહી છે અને તેમાં પણ ફરિયાદ દાખલ કરતા પહેલા હાલ અરજી પેન્ડિંગ રાખીને તેમાં વધુ પુરાવાઓ એકઠા કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે. છેલ્લે મળેલી બેઠકમાં 16 અરજીની તપાસનો મુદ્દો મુકાયો હતો જેમાંથી 12 અરજી રદ કરવામાં આવી હતી અને 4 અરજીમાં જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ શકે છે તેવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...