તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:વાવાઝોડાના પગલે ડિઝાસ્ટરની ટીમને એલર્ટ રહેવા આદેશ કરાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયાકાંઠે જરૂર પડ્યે રાજકોટથી ટીમ મોકલાશે: કલેક્ટર

વાવાઝોડાંની આગાહીના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તકેદારીના ભાગરૂપે પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. જિલ્લા વહીવટી તંત્રએ આકસ્મિક સંજોગો ઊભા થાય તો તે માટે જરૂરી સાધન સામગ્રી તૈયારી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં જરૂર પડ્યે રાજકોટથી મદદ મોકલવામાં આવશે. ફાયર વિભાગની ટીમને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો જળવાય રહે તે માટે પીજીવીસીલને કલેક્ટરે સૂચના આપી છે. અધિક નિવાસી કલેક્ટર પંડ્યાએ ડિઝાસ્ટર સંબંધિત વિભાગો દ્વારા કરાયેલી આગોતરા આયોજનની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી અને એલર્ટ રહેવા સુચના અપાઈ હતી.

નવલખી પોર્ટ પર બે નંબરનું સિગ્નલ
મોરબીના એક માત્ર નવલખી પોર્ટ પર શુક્રવારે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો પોર્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય દરિયામાં માછીમારી માટે ગયેલા ખલાસીઓને રેડિયો તેમજ અન્ય માધ્યમથી પણ સંદેશ આપી પરત બોલાવવામાં આવી રહ્યા છે. એલર્ટના પગલે દરિયામાંથી બોટ પરત આવી રહી છે.

જામનગરમાં એલર્ટ રહેવા સૂચના
વાવાઝોડાના પગલે ઓખા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાંની આગાહીના પગલે અગરિયાઓને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકાકક્ષાએ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. દરિયાથી 5 કિમી તથા 10 કિમીની હદમાં આવેલા અનુક્રમે 22 તથા 39 ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાનો નકકી કરાયા છે.દરિયા કિનારાથી 3 કિમીની અંદર આવેલા સીસીસી સેન્ટરને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...