રાજકોટની કથિત ન્યૂડ ડાન્સ પાર્ટી મામલો:ઈમ્પીરિયલ હોટલના રૂમમાં દિલ્હીનું કપલ રોકાયું’તું, DCPએ કહ્યું, ‘ફરતો વીડિયો ઓથેન્ટિક નથી’

રાજકોટ2 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • ન્યૂડ પાર્ટી તપાસનો વિષય, ફરતો થયેલો વધુ એક વીડિયો ઓથેન્ટિક નથી : ડીસીપી જાડેજા

શહેરની ઇમ્પીરિયલ હોટલના રૂમમાં યુવતીના ન્યૂડ ડાન્સવાળો વીડિયો ફરતો થતાં હોબાળો મચી ગયો હતો, આ અંગે પોલીસે તપાસ શરૂ કરતાં વીડિયો જે દિવસોનો કહેવામાં આવી રહ્યો છે એ દિવસે હોટલમાં દિલ્હીનું કપલ રોકાયું હતું, જોકે એ રૂમમાં ન્યૂડ પાર્ટી થઈ હતી કે કેમ એ તપાસનો વિષય બન્યો છે, શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો અને એ વીડિયો ઓથેન્ટિક નહીં હોવાનું ડીસીપી જાડેજાએ જણાવ્યું હતું.

ઇમ્પીરિયલ હોટલના છઠ્ઠા માળે આવેલા રૂમમાં એક યુવતી ડાન્સ કરી રહી હોવાનો વીડિયો ગુરુવારે ફરતો થયો હતો, હોટલના એ રૂમમાં ન્યૂડ પાર્ટી યોજવામાં આવી હતી અને યુવતી ન્યૂડ ડાન્સ કરી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી, રાજકોટ શહેરની હોટલમાં ન્યૂડ પાર્ટી યોજાયાની ચર્ચાને પગલે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા અને એ.ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં દેખાતી યુવતી મુંબઇની મોડેલ હોવાની અને મોરબીના ઉદ્યોગપતિએ શુક્રવારે ન્યૂડ પાર્ટી યોજી હોવાની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ હતી, જોકે પોલીસે આ અંગે તપાસ કરતાં શુક્રવારે કથિત રૂમમાં દિલ્હીનું કપલ રોકાયું હતું.

આ કપલ શનિવારે પણ હોટલમાં હતું અને તેણે વિધિવત રીતે હોટેલનો રૂમ બૂક કરાવ્યો હતો.દરમિયાન શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો, જે વીડિયો ઇમ્પીરિયલ હોટેલના એ રૂમનો હોવાની અને તે વીડિયોમાં યુવતી ન્યૂડ ડાન્સ કરતી જોવા મળી હતી, આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે, બીજો વીડિયો ઓથેન્ટિક નથી, પરંતુ કથિત ન્યૂડ પાર્ટીવાળા વીડિયોના મૂળ સુધી પહોંચવા માટે વીડિયો કોણે ઉતાર્યો અને કોણે ફરતો કર્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, તે વ્યક્તિ હાથ આવ્યા બાદ વીડિયો કયા દિવસનો છે તે સ્પષ્ટ થશે.

બીજી બાજુ, શુક્રવારનો વીડિયો હોવાની વાતો થઇ રહી છે પરંતુ વીડિયો એ દિવસનો નહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે વીડિયો ફરતો કરનારે શા માટે ખોટા દિવસની જાહેરાત કરી?, વિડીયોમાં માત્ર એક જ યુવતી દેખાઇ રહી છે તો એ યુવતીનો વિડીયો ઉતારવાનો હેતુ શું?, વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો અને ક્યારે ફરતો કરવામાં આવ્યો તે મુદ્દો પણ તપાસનો વિષય બન્યો છે.