તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ મૂંઝવણમાં:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ મહિને પણ પીએચડીની એન્ટ્રન્સનો નિર્ણય ન લેવાયો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મે મહિનાના અંતમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં મુખ્ય એજન્ડામાં પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ કેવી રીતે લેવી અને ક્યારે લેવી તે અંગે નિર્ણય થવાનો હતો પરંતુ જે-તે સમયે માત્ર પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ ઓફલાઈન લેવા નિર્ણય કરાયો હતો પરંતુ ક્યારે લેવી તે બેઠક મળ્યાના આજે ત્રણ-ત્રણ મહિના થવા છતાં નિર્ણય નહીં કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.

કોરોનાના કેસ પણ ઘટી ગયા છે, કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે ત્યારે સત્તાધીશો અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો હજુ સુધી શા માટે પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ નથી લઇ રહ્યા તેવો સવાલ પીએચડી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે. ડીન અને અધરધેન ડીન વચ્ચે ઘણી ચર્ચા થયા બાદ આ વર્ષે પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન લેવા સહમતી થઇ હતી, પરંતુ ક્યારે લેવી તે અંગે નિર્ણય લઇ શકાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...