તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાને કારણે ફરી મૃતાંક વધ્યો, 24 કલાકમાં 12નાં મોત

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે 143 નવા કેસ સાથે પોઝિટિવની સંખ્યા 16815
 • નવા કેસની સંખ્યા સ્થિર બતાવતું તંત્ર
 • બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાં 600 દર્દી દાખલ

રાજકોટમાં કોરોનાનો આંક સ્થિર હોવાનું તંત્ર બતાવી રહ્યું છે પણ વધતો મૃતાંક બીજી જ સ્થિતિ બતાવી રહ્યું છે. શુક્રવારે શહેર અને ગ્રામ્ય સહિત 143 જ આવ્યા છે. બીજી તરફ માત્ર 24 જ કલાકમાં 12 મોત થયા છે એટલે કે સરેરાશ દર બે કલાકે એક દર્દીએ જીવ ગુમાવ્યો છે.

રાજકોટ શહેરમાં 93 અને ગ્રામ્ય વિસ્તારમાં 50 સાથે કુલ નવા કેસ 143 જ છે. આરોગ્યતંત્ર નવા કેસનો આંક સતત 150ની નીચે જાહેર કરી રહ્યું છે પણ હોસ્પિટલાઈઝેશન તેમજ મોતના આંકડા જોતા સ્થિતિ ગંભીર જણાય છે. છેલ્લા 5 જ દિવસમાં 38 દર્દીઓનાં મોત નીપજ્યા છે જો કે તેમાંથી એકાદ બે જ માત્ર કોરોનાને કારણે હોવાનું રિપોર્ટમાં જાહેર થશે પણ એ હકીકત છે આ તમામ દર્દીઓએ કોરોનાની સારવાર જ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હાલ 2600 કોવિડ બેડમાંથી 1900 ખાલી છે એટલે કે 600 દર્દી હજુ પણ દાખલ છે. આ ઉપરાંત કોવિડ કેર સેન્ટર તેમજ હોમ આઈસોલેશનનો આંકડો તેના કરતા પણ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો