તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દુપટ્ટાનો છેડો હલર મશીનમાં ફસાતાં યુવતીનું મોત

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મોત ક્યાં, ક્યારે અને કેવી રીતે આવી ટપકે તે કોઇ પામી શકતું નથી, આવી જ ઘટના ચુડાના કુંડલા ગામે બની હતી. હલર પાસે કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગયેલી યુવતીએ ઓઢેલા દુપટ્ટાનો છેડો હલરની ચેઇનમાં ફસાતાં તે ખેંચાઇ હતી અને તેનું માથું ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા થવાથી યુવતીનું મોત નીપજ્યું હતું.

બનાવની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ચુડાના કુંડલા ગામે રહેતી જયા સુરેશભાઇ વનાણી (ઉ.વ.18) ગુરૂવારે બપોરે વાડીએ પોતાના મકાનમાં હતી જ્યારે તેના પિતા હલર પર કામ કરી રહ્યા હતા. પિતા સુરેશભાઇને તરસ લાગતા જયા પાણીનો લોટો ભરીને પિતાને આપવા ગઇ હતી.પાણીનો લોટો આપવા માટે જયાએ હાથ લાંબો કરતા જ તેણે તડકાથી બચવા માટે માથે બાંધેલા દુપટ્ટાનો છેડો હલર મશીનની ચેઇનમાં આવી ગયો હતો અને જયા જોરથી ખેંચાઇને હલર સાથે ધડાકાભેર અથડાઇ હતી. ​​​​​​​

​​​​​​​માથામાં ગંભીર ઇજા થતાં જયાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાન પુત્રીના આકસ્મિક મોતથી વનાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. પિતાની નજર સામે જ આ દુર્ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો