તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ:પ્રેમિકા સાથે બેડી પુલ પરથી પડતું મૂકનાર યુવકનું મોત

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • પ્રેમમાં નાસીપાસ થઇ પાંચ દી’ પૂર્વે પુલ પરથી કૂદકો માર્યો’તો, યુવતી હજુ ગંભીર
  • યુવકને ધમકી મળી હોય હત્યાની શંકા, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

શહેરના મોરબી રોડ પરના વેલનાથપરામાં રહેતા પ્રેમીયુગલે પાંચ દિવસ પૂર્વે બેડી પુલ પરથી સજોડે પડતું મૂક્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું શનિવારે મોત નીપજ્યું હતું. પ્રેમીયુગલે સજોડે પુલ પરથી પડતું મૂક્યું તેના બે કલાક પહેલા યુવતીના કાકાએ યુવકના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોય બનાવ હત્યાનો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા મૃતદેહનું ફોરન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કર્યું હતું. વેલનાથપરામાં રહેતા દેવજી દિલીપભાઇ સાથલપરા (ઉ.વ.25) અને વેલનાથપરામાં જ રહેતી રિંકલ રાજેશભાઇ માંડવિયા (ઉ.વ.20)એ સોમવારે રાત્રે 10.30 વાગ્યે બેડી પુલ પરથી પડતું મૂક્યું હતું.

30 ફૂટ ઊંચેથી બંનેએ કૂદકો મારતા ગંભીર ઇજા થતાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને દેવજીનું શનિવારે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવજી અને રિંકલ એકબીજાના પ્રેમમાં હતા અને સમાજ એક નહીં થવા દે તેવો ભય લાગતા બંનેએ સજોડે પુલ પરથી પડતું મૂક્યાનું તપાસમાં ખુલ્યું હતું.

દેવજીના પિતા દિલીપભાઇ સાથલપરાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, દેવજી સોમવારે રાત્રે 8 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો અને રિંકલ પણ એ જ સમયે તેના ઘરેથી નીકળી હશે, રિંકલ ઘરેથી નીકળતા રિંકલનો કાકા અનિલ પરિવારના ઘરે પહોંચ્યો હતો અને રિંકલ બે કલાકમાં ઘરે નહીં આવેતો દેવજીના ટાંટિયા ભાંગી નાખશે તેવી ધમકી આપી હતી. અનિલે ધમકી આપી હોવાથી રિંકલ અને દેવજીને શોધી કાઢી બંનેને પુલ પરથી ફેંકી દેવાયાની તેમણે શંકા વ્યક્ત કરી બનાવ આપઘાતનો નહીં પરંતુ હત્યાનો હોવાનો આરોપ મૂક્યો હતો. યુવકના પિતાના આક્ષેપથી પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો