ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલિંગની મુદતમાં વધારો નહિ થતા સૌરાષ્ટ્ર-કચ્છના 2 લાખથી વધુ કરદાતાઓ રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી ગયા છે. રિટર્ન ફાઈલિંગ માટે મુદતમાં વધારો નહિ થયા બાદ હવે આઈટી રિટર્નમાં ભૂલ સુધારવા માટેની મુદત ઘટી છે. અગાઉ આ મર્યાદા 120 દિવસની હતી હવે માત્ર 90 દિવસમાં જ રિટર્ન ફાઈલિંગમાં થયેલી ભૂલ સુધારવાની રહેશે.
રિટર્ન ફાઈલિંગ વખતે જે ટેક્નિકલ કારણોસર કે માહિતીના અભાવને કારણે ભૂલ રહી જાય તે સુધારવા માટે કરદાતાઓને એક તક આપવામાં આવતી હોય છે. જોકે ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યાનુસાર અંતિમ દિવસે ઓનલાઇન સર્વરમાં છેલ્લા દિવસે કેટલીક ક્ષતિઓ સર્જાઈ હતી. સામાન્ય રીતે રિટર્ન ફાઈલિંગમાં ભૂલ કોર્પોરેટ ટેક્સ ચૂકવવામાં થતી હોય છે.
વ્યક્તિગત રિટર્ન ફાઈલિંગમાં ઓછી ભૂલ જોવા મળે છે. રિટર્ન ફાઈલિંગમાં મુદત નહિ વધતા અને હવે વેરિફિકેશન માટેની મુદતમાં ઘટાડો થતા કરદાતાઓમાં અને ટેક્સ કન્સલ્ટન્ટમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આમ હવે દરેક કામગીરી માટે સમય ઓછો મળતા ટેક્સ કન્સલ્ટન્ટ ઓફિસમાં મોડી રાત સુધી કામગીરી ચાલુ રહેવા લાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.