તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું, 24 કલાકમાં 8 દર્દીના મોત, આજે 76 કેસ નોંધાયા

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • રાજકોટમાં કુલ કેસની સંખ્યા 18116 પર પહોંચી, 624 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. શહેરમાં 24 કલાકમાં 8 દર્દીના મોત નીપજ્યા છે. જોકે, અંતિમ નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે કોરોનાથી 6 દર્દીના મોત થયા હતા. ત્યારે કેસની સાથોસાથ મેતનો આંકડો ઉંચો આવતા આરોગ્ય વિભાગ મુંઝવણમાં મૂકાયું છે. શહેરમાં આજે નવા 76 કેસ નોંધાયા છે.

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 18255 પર પહોંચી
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિલ કેસની સંખ્યા 18255 પર પહોંચી છે. તેમજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 673 દર્દી સારવાર હેઠળ છે. ગુરૂવારે 89 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મનપાના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં શહેરમાં સત્તાવાર કોરોનાથી 152 લોકોના મોત નીપજ્યા છે. તેમજ હાલ 426 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે.

દંડ નહીં માસ્ક આપોની માંગ સાથે આપે મેયરને આવેદનપત્ર પાઠવ્યું
સુરતના મેયર દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિને દંડ નહીં ફ્રીમાં માસ્ક આપવાનો નિર્ણય કરતા આજે રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા મેયર ડો.પ્રદીપ ડવને આવેદનપત્ર પાઠવી દંડ નહીં ફ્રીમાં માસ્ક આપો તેવી માંગ કરી હતી. સુરતમાં જે પ્રથા લાગુ કરી છે તે પ્રથા રાજકોટ શહેરની પ્રજાને મળે તેવો હુકમ પ્રજાહિતમાં કરવા માંગ કરી હતી.

રાજકોટ આમ આદમી પાર્ટીએ મેયરને આવેદનપત્ર પાઠવ્યું.
રાજકોટ આમ આદમી પાર્ટીએ મેયરને આવેદનપત્ર પાઠવ્યું.

સિવિલમાં 10 દિવસ પહેલા 60 દર્દી હતા હાલ 218 દાખલ, રોજ 50નો ઉમેરો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા 60 દર્દી દાખલ હતા અને તેમાં પણ ગંભીર કેસ ખૂબ ઓછા હતા. જોકે હવે સ્થિતિ તેનાથી ઊંધી થઈ છે અને રોજના 50 દર્દી દાખલ થઈ રહ્યા છે. આ કારણે દાખલ દર્દીની સંખ્યા 218 થઈ છે. જે પૈકી બીજા માળે ICU ફુલ થઈ ગયું છે. જેથી ત્રીજા અને ચોથા માળે પણ એડમિશન શરૂ કરાયા છે. હાલ 200માંથી 130 જેટલા ઓક્સિજન પર છે જ્યારે બાઈપેપ અને વેન્ટિલેટર પર 30 દર્દી છે જેમની હાલત ગંભીર થઈ રહી છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે, હવે જે કેસ આવે છે તેમાં મોટાભાગે નજીવા જ હોય છે પણ તે માન્યતાનું ખંડન થયું છે.

4 મહિના બાદ આજથી સમરસ અને કેન્સર હોસ્પિટલ શરૂ
સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં ડેડિકેટેડ હેલ્થ સેન્ટર શરૂ કરાયા હતા જે દર્દીઓની સંખ્યા ઘટતા 15 નવેમ્બરે બંધ કરાયા હતા. કેસની સંખ્યા વધતા બે જ દિવસમાં આ બંને સ્થળોએ વ્યવસ્થા કરવા આદેશ કરાયો હતો અને તેના ભાગરૂપે શુક્રવારથી જ સમરસ અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરાશે. જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે તેમને કેન્સર જ્યારે જે લોકોની તબિયત સારી છે અને ઓછા કિસ્સામાં ક્યારેક જ ઓક્સિજનની જરૂર પડી શકે છે તેમને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો