તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પુત્રની ફી માટે કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શહેરની ભાગોળે કાળીપાટમાં થયેલી બેવડી હત્યાના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી સુરેશ રઘા દૂધરેજિયાએ પુત્રના ફીની વ્યવસ્થા કરવાનું કારણ ધરી કરેલી જામીન અરજીને અદાલતે નામંજૂર કરી છે. કેસની વિગત મુજબ, નવ વર્ષ પહેલા કાળીપાટમાં માતાજીના તાવા પ્રસંગે ગાળો બોલવાની સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. જે અથડામણમાં વિશ્વજિતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનોનું મોત નીપજતા મામલો બેવડી હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસમથકમાં બેવડી હત્યા અને હત્યાની કોશિશ અંગે બે મહિલા સહિત દસ આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદને પગલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. જેલહવાલે રહેલા આરોપીઓએ જામીન મુક્ત થવા માટે અગાઉ વિવિધ કારણો દર્શાવી જામીન અરજી કરી હતી, પરંતુ ફરિયાદ પક્ષના એડવોકેટ રૂપરાજસિંહ પરમારની દલીલ અને રજૂઆતને કારણે આરોપીઓને જામીન મળી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો