LIVE દૃશ્યો:વીરપુરમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કરિયાવરના પૈસા ખાઇ ગયાના આક્ષેપ સાથે યુગલની આયોજકો સાથે બબાલ, આયોજકે કહ્યું- આવતા વર્ષ આયોજન કરવું જ નથી

રાજકોટ2 મહિનો પહેલા
વન-કન્યા પક્ષ અને આયોજકો વચ્ચે તું તું... મેં મેેં થઇ.
  • 11 દીકરીઓમાંથી આયોજકે 6 ગરીબ દીકરીઓની ફી પણ લીધી નથી
  • પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ સમૂહલગ્નમાં હાજરી આપી હતી

યાત્રાધામ વીરપુરમાં શ્રી સેન સમાજ વાળંદ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ દ્વારા આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં કરિયાવરના પૈસા આયોજકો ખાઇ ગયાના આક્ષેપ સાથે એક યુગલ અને તેના પરિવારજનોએ આયોજકો સાથે બબાલ કરી હતી. એક કન્યા તો માઇકમાં બોલી હતી કે, ગરીબ દીકરીઓના પૈસા ખાઇ જાવ છો તો હાયુ લાગશે. ત્યારે આયોજક અનિલભાઈ ભટ્ટી સાથે દિવ્યભાસ્કરે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સેટી-પલંગ મોડા આવતા આ બબાલ થઈ હતી. મારે આવતા વર્ષે આયોજન જ કરવું નથી. આ તો ધરમ કરવા ગયા અને ધાડ પડી તેવો ઘાટ સર્જાયો હતો.

55ની જગ્યાએ 5 વસ્તુ આપ્યાનો આક્ષેપ
આજે વીરપુરમાં આ ટ્રસ્ટ દ્વારા 11 યુગલના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 10 યુગલ વાળંદ સમાજના અને 1 દલિત સમાજના યુગલે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. લગ્ન પુરા થતા જ કરિયાવર આપવાની વાત આવી તો એક યુગલે કરિયાવરમાં ઓછી વસ્તુઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ સાથે આયોજકો સાથે બબાલ કરી હતી. વિરોધ કરનાર યુગલના પરિવારની એક મહિલાએ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફોન કરી કહ્યું હતું કે, લગ્ન માટે 11 હજાર લેવામાં આવ્યા છે. સમૂહલગ્નમાં 55 વસ્તુઓ આપવાનું નક્કી થયું હતું. પરંતુ 5 જ વસ્તુ આપવામાં આવી છે. બાદમાં વીરપુર પોલીસ દોડી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો. બબાલ સમયે અન્ય યુગલના પરિવારજનો મોબાઇલમાં વીડિયો ઉતારવામાં મશગૂલ બન્યા હતા.

પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.
પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ હાજરી આપી હતી
આયોજક અનિલ ભટ્ટીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ હાજરી આપી હતી. તેઓના ગયા પછી આ બબાલ થઇ હતી. સેટી પલંગ આવવામાં મોડુ થતા ઉહાપોહ મચી ગયો હતો. વિરોધ કરનાર યુગલને મેં કહ્યું હતું કે, તમારી ફી પણ હું પાછી આપવા તૈયાર છું. તેમજ કરિયાવર પણ તમારો લેતા જાવ પણ તેઓ ઉગ્ર બોલાચાલી સાથે મારી સાથે ઝઘડી રહ્યા હતા.

લોકો મોબાઇલમાં બબાલનો વીડિયો ઉતારતા રહ્યા.
લોકો મોબાઇલમાં બબાલનો વીડિયો ઉતારતા રહ્યા.

આ ધંધો મારે હવે કરવો નથીઃ આયોજક
વધુમાં જણાવ્યું હતું કે, સેવાનું કામ કરીએ છીએ પણ આ વર્ષે બબાલ થતા આ ધંધો જ હવે મારે કરવો નથી. આવતા વર્ષે સમૂહલગ્નનું આયોજન જ કરવું નથી. આ વર્ષે યુગલ દીઠ 11 હજારની ફી લેવામાં આવી હતી. કુલ 11 યુગલમાંથી 6 ગરીબ દીકરીઓ પાસેથી મેં ફી પણ લીધી નથી. 11માંથી એક જ યુગલે વાંધો ઉઠાવ્યો હતો અને બબાલ કરી હતી.

લગ્ન પુરા થયા બાદ બબાલ થઈ.
લગ્ન પુરા થયા બાદ બબાલ થઈ.
બબાલ થતા અફરાતફરી મચી ગઇ હતી.
બબાલ થતા અફરાતફરી મચી ગઇ હતી.
વીરપુર પોલીસ સમૂહલગ્ન સ્થળે દોડી આવી અને મામલો થાળે પડાવ્યો.
વીરપુર પોલીસ સમૂહલગ્ન સ્થળે દોડી આવી અને મામલો થાળે પડાવ્યો.

(તસવીરોઃ દીપક મોરબીયા, વીરપુર)