તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદથી ભાગેલું પ્રેમીયુગલ રાજકોટ આજી ડેમ પાસેથી પકડાયું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્નની લાલચ આપી તરુણવયની છોકરીઓને ભગાડી જઇ અપહરણ કરી જવાના બનાવો રાજકોટ સહિત રાજ્યભરમાં વધી રહ્યાં છે. જેને પગલે રાજ્યભરની પોલીસે આવા બનાવોમાં સંકલન કરી પ્રેમીયુગલોને પકડી રહી છે. બે દિવસ પહેલા જ શહેર પોલીસે મધ્યપ્રદેશના તરુણવયના પ્રેમીયુગલને પકડી પાડ્યું હતું. ત્યાં વધુ એક અમદાવાદથી ભાગેલા પ્રેમીયુગલને આજી ડેમ પોલીસે પકડી પાડ્યું છે. આજી ડેમ પોલીસના પીએસઆઇ એમ.ડી.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે આજી ડેમ નજીક એક યુગલ શંકાસ્પદ હાલતમાં નજરે પડતા તેમને અટકાવ્યા હતા.

પોલીસે અટકાવતાં જ યુગલ થરથર કાંપવા લાગ્યું હતું. પૂછપરછ કરતા યુવક મૂળ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનો શિવમ કપ્તાનસિંહ અને તરુણવયની છોકરી અમદાવાદના બાપુનગર વિસ્તારની હોવાનું કહ્યું હતું. બંને પ્રેમસંબંધને કારણે અમદાવાદથી ભાગીને આવ્યા હોવાની કેફિયત આપી હતી. જેથી પોલીસે અમદાવાદ ખરાઇ કરતા કોટડા પોલીસમથકમાં શિવમ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળતા પકડાયેલા યુગલ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...