તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:સુરત, કરજણ, મહારાષ્ટ્રથી મંજૂરી વગર આવેલા છ ઝબ્બે, દંપતી સુરતથી બાઈક પર આવ્યું

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

થોરાળા પોલીસના બુધવારે પેટ્રોલિંગ દરમિયાન સંતકબીર રોડ, આંબાવાડી-2 પાસેથી એક દંપતી બાઇક પર સાંજના સવા સાતે પસાર થયા હતા. જેથી પોલીસે બાઇકને અટકાવી બાઇકસવારની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં દીપક બંસીદાસ બ્રહ્મદેવજી અને તેની પત્ની પ્રગતિ હોવાનું જણાવ્યું હતું. બહાર નીકળવાના કારણ અંગે પૂછપરછ કરતા શરૂઆતમાં ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા. જેથી પોલીસે કડકાઇ વાપરતા બંને મંજૂરી વગર સુરતથી બાઇકમાં રાજકોટ આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે દંપતી સામે કાર્યવાહી કરી છે. જ્યારે અન્ય બનાવમાં નવા થોરાળાની કસ્તુરબા શેરી-7માંથી બાઇક પર નીકળેલા જીણાભાઇ બચુભાઇ મકવાણા અને તેની પત્ની લાભુને પોલીસે અટકાવ્યા હતા. પૂછપરછમાં દંપતી પણ મંજૂરી લીધા વગર સુરતથી આવ્યાનું જણાવતા તેમની સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત અયોધ્યા રેસિડેન્સીમાં રહેતા મીઠાલાલ સોનાજી સોની નામના પ્રૌઢ મહારાષ્ટ્રથી અને કોઠારિયા રોડ, ખોડિયાર સોસાયટી-1માં રહેતા હિતેષ શાંતિલાલ સંઘવી પણ કોઇ મંજૂરી વગર વડોદરાના કરજણથી રાજકોટ આવ્યા હોય પોલીસે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો