તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નેકમાં યુનિવર્સિટીએ કરેલો 80 લાખનો ખર્ચ, માટી કૌભાંડ વિધાનસભા ગજવશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ શિક્ષણ વિભાગ પાસે તપાસની વિગતો માગી: વિધાનસભામાં રજૂ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચર્ચિત માટી કૌભાંડ અને નેક ઇન્સ્પેક્શન દરમિયાન કરાયેલા 80 લાખથી વધુના ખર્ચનો મુદ્દો વિધાનસભામાં પણ ગૂંજશે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના શિક્ષણ વિભાગ પાસે આ તમામ તપાસની વિગતો મગાવી છે અને વિધાનસભામાં પણ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.

યુનિવર્સિટીએ માટી કૌભાંડમાં તો તપાસ સમિતિ રચીને ભાજપ પ્રેરિત જ સમિતિનો રિપોર્ટના આધારે જવાબદારોને ક્લીનચીટ આપવાની તૈયારી કરી લીધી છે, પરંતુ હવે વિપક્ષીનેતાએ શિક્ષણ વિભાગ પાસે પણ નેક અને માટી કૌભાંડની તમામ વિગતો અને તપાસનો રિપોર્ટ માગતા હવે યુનિવર્સિટીમાં સચિવાલયમાંથી પણ રિપોર્ટ મગાવવામાં આવશે. એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નેકના ઇન્સ્પેક્શન વખતે 80 લાખથી વધુનો ખર્ચ જુદા જુદા કામોમાં કર્યો છે.

ટેન્ડર પ્રક્રિયા વિના અને સત્તામંડળની મંજૂરી વિના સત્તાધીશોએ મનસ્વી રીતે ખર્ચેલા લાખો રૂપિયાના ખર્ચની પારદર્શિત તપાસ થવી જોઈએ, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી દ્વારા ઢાંકપિછોડો કરાતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને વિનંતી કરી હતી કે બાંધકામ સમિતિએ મંજૂર કરેલા તમામ ખર્ચની વિગતો શિક્ષણ વિભાગ પાસેથી મગાવે અને સમગ્ર બાબત વિધાનસભામાં રજૂ કરે. માટી કોભાંડમાં સામેલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જવાબદારોને બહાર લાવવા માટે વિરોધપક્ષના નેતાએ આ મામલે ઝંપલાવી સત્તાધિશો પાસે વિગતો માગી છે.

માટી કૌભાંડમાં જતિન સોનીને ક્લીનચીટ મળશે, કોન્ટ્રાક્ટરનો ભોગ લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળનારી સિન્ડિકેટની બેઠલમાં માટી કૌભાંડ અંગે તપાસ સમિતિનો રિપોર્ટ ખૂલશે અને તમામ સિન્ડિકેટ સભ્યોની હાજરીમાં નિર્ણય લેવાશે. પરંતુ ભાજપ પ્રેરિત તપાસ સમિતિના રિપોર્ટમાં બહુમતીના આધારે જ નિર્ણય લેવાશે જેમાં પૂર્વ રજિસ્ટ્રાર જતિન સોનીને ક્લીનચીટ અપાય અને દોષની ટોપલો કોન્ટ્રાક્ટર ઉપર ઢોળી પ્રકરણ પૂરું કરી દેવાનો નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના છે. જોકે કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહે પોતાનો અલગ રિપોર્ટ આપ્યો છે જેમાં તેમણે પૂર્વ રજિસ્ટ્રારની જ જવાબદારી હોવાનું સ્પષ્ટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...