તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંકડામાં ગ્રાન્ટ બાટલામાં કેમ નહિ:રાજકોટમાં બાંકડાની ગ્રાન્ટ ફાળવનારા નગરસેવકોએ ઓક્સિજન માટે ગ્રાન્ટ ફાળવી નથી, મેયરે કહ્યું- સરકારમાંથી પુરતી ગ્રાન્ટ આવે છે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ (ફાઇલ તસવીર). - Divya Bhaskar
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ (ફાઇલ તસવીર).
  • ઓક્સિજન માટે કોર્પોરેટરો ગ્રાન્ટ ફાળવે છે કે કેમ તે અંગે દિવ્યભાસ્કરે કોર્પોરેટરો સાથે વાતચીત કરી
  • પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન અને વર્તમાન કોર્પોરેટર મનીષ રાડીયા કાલે ગ્રાન્ટ માટે પત્ર લખશે

કોરોનાની બીજી ઘાતક લહેરમાં દર્દીઓના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું હોવાની 40 ટકા દર્દીમાં ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલ કે હોમ આઈસોલેશનમાં દર્દીઓને ઓક્સિજન મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં ઓક્સિજનની વધુ માગને ધ્યાને રાખી લોકો સુધી પહોંચાડવામાં વિવિધ સંસ્થાઓ અને લોકો મદદે આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સુવિધાઓ અને વોર્ડમાં પ્રજાની સેવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાંથી બાંકડા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તો ઓક્સિજન માટે કેમ નહીં તે અંગે પ્રજા સવાલ પૂછી રહી છે. આ અંગે દિવ્યભાસ્કરે રાજકોટના કોર્પોરેટરો સાથે વાત કરી તો જણાવ્યું હતું કે, ઓક્સિજન માટે ગ્રાન્ટ ફાળવી નથી, પરંતુ સ્વખર્ચે લોકોની મદદ કરીએ છીએ. મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, સરકારમાંથી પૂરતી ગ્રાન્ટ મળી રહે છે તો હાલમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આરોગ્ય માટે ફાળવણી અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

સરકારમાંથી પુરતી ગ્રાન્ટ મળી રહે છે-મેયર
રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તેમને પોતાના મિત્રો સાથે મળી સ્વ ખર્ચે 35 જેટલા સિલિન્ડર વ્યવસ્થા કરી છે અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે. ઉપરાંત તેમના વોર્ડમાં એક કોવિડ સેન્ટર જેવી સુવિધા પણ ઉભી કરી છે કે જ્યાં લોકોને આઇસોલેટ કરી શકાય છે. આરોગ્ય માટે ગ્રાન્ટ ફાળવવાનું પૂછતાં જણાવ્યું હતું કે સરકારમાંથી પૂરતી ગ્રાન્ટ મળી રહે છે તો હાલમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આરોગ્ય માટે ફાળવણી અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

ભાનુબેન બાબરીયા (ફાઇલ તસવીર).
ભાનુબેન બાબરીયા (ફાઇલ તસવીર).

ઘરના સભ્યો સંક્રમિત હોવાથી બહાર નીકળી શકી નથી- મહિલા કોર્પોરેટર
રાજકોટ મનપા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15-20 દિવસથી તેઓ ઘરમાં મોટાભાગના લોકો પોઝિટિવ હોવાથી તેઓ ઘરની બહાર નીકળી શકતા નથી. પરંતુ ઘરે બેઠા ફોન મારફત જેટલી શક્ય થાય તેટલી સેવા લોકોને કરી આપું છું. હાલમાં તેઓ દ્વારા અલગથી કોઇ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. પરિવારમાં 29 પૈકી 22 સભ્યો પોઝિટિવ હોવાથી અન્ય લોકો સંક્રમિત ન થાય તેનું ધ્યાન રાખી તેઓ પણ ઘરમાં રહી મોબાઇલ ફોન મારફત શક્ય તેટલા લોકોને મદદરૂપ થાય છે.

સ્વખર્ચે 80 જેટલા સિલિન્ડર જરૂરિયામંતને આપ્યા- વોર્ડ નં.2ના કોર્પોરેટર
રાજકોટ શહેરના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં ગ્રાન્ટમાંથી ઓક્સિજન સિલિન્ડર અંગે કોઇ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. પરંતુ તેમના દ્વારા 80 જેટલા ઓક્સિજન સિલિન્ડર મેળવી લોકોની સેવા સ્વખર્ચે કરવામાં આવી રહી છે. આ માટે તેમના દ્વારા કોઇ પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવતો નથી. માત્ર જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવી રહ્યાં છે.

વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષ રાડીયા.
વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષ રાડીયા.

પત્ર લખી ગ્રાન્ટ ફાળવણી કરવા પત્ર લખીશ-વોર્ડ નં.2ના કોર્પોરેટર
પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષ રાડીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલ ગ્રાન્ટમાંથી કોઇ ફાળવણી ઓક્સિજન સિલિન્ડર માટે કરવામાં આવી નથી. તેઓને વિચાર જરૂર આવ્યો હતો અને સોમવારે 26 એપ્રિલના રોજ પત્ર લખી લોકોના સ્વાસ્થ્ય માટે ગ્રાન્ટ ફાળવણી કરવા ભલામણ કરવામાં આવશે. જોકે આ તકે એમ પણ જણાવ્યું હતું કે કોર્પોરેટરની ગ્રાન્ટ નહીં પરંતુ પોતે અને તેમના મિત્રોએ સાથે મળી સ્વખર્ચે ઓક્સિજન સિલિન્ડર લોકોને સેવામાં આપવા શરૂઆત કરી દેવામાં આવી છે. હાલમાં તેઓ પાસે 12થી 15 ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે.

કોર્પોરેટર જયમન ઠાકર.
કોર્પોરેટર જયમન ઠાકર.

ઓક્સિજનની તમામ વ્યવસ્થા કલેક્ટરના હાથમાં- સ્ટે.ચેરમેન
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટર પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ઓક્સિજન સિલિન્ડર માટે કોઇ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના આરોગ્ય માટેની સેવા તંત્રની મદદથી પુરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ઓક્સિજન માટેની તમામ વ્યવસ્થા અને જવાબદારી વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર હસ્તક છે. તેમના દ્વારા આ અંગે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગની મોટી સમસ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રાજકોટ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ.
રાજકોટ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ.

રાજકોટ જિલ્લામાં ઓક્સિજનનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બન્યો
રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બની ગયો છે. સરકાર તરફથી ઓક્સિજન જથ્થો આપવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક સમયના અંતરે તે જથ્થો અલગ અલગ જગ્યાથી આવે છે જે સિસ્ટમ સેટ થતા થોડો સમય લાગશે તેવું અધિકારીઓ માની રહ્યાં છે અને સિસ્ટમ સેટ થતા આગામી એકથી બે દિવસમાં આ ઓક્સિજન માટે ફરિયાદો દૂર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...