તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગરીબોને મફત ડુંગળી વિતરણ કરતા કોર્પોરેટરને પોલીસે પાંચ કલાક સુધી બેસાડી રાખ્યા

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુદ પોલીસ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી - Divya Bhaskar
ખુદ પોલીસ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી

વોર્ડ નં.12માં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટી ઉદેશ્વર મહાદેવ મંદિર ખાતે વિજય વાંકે 24500 કિલો ડુંગળી મગાવી 3500 પરિવારને 7-7 કિલો વિતરણનો કાર્યક્રમ સોમવારે સવારે રાખ્યો હતો. વિતરણ શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થઇ ગયા હતા. જેના પગલે માલવિયાનગર પોલીસ સ્ટેશનથી પીસીઆર વાન પહોંચી અને સોશિયલ ડિસ્ટન્સ ન થતું હોવાથી  વિતરણ બંધ કરાવી કોર્પોરેટરને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. કોર્પોરેટરની અટકાયત થતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.બીજી તરફ પોલીસ સ્ટેશન ખાતે પરપ્રાંતીયોને વતન મોકલવાની કાર્યવાહીમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાનું ધ્યાન પર આવતા કોંગ્રેસના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં ઉગ્ર બોલાચાલી કરી હતી જેના પગલે ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. માલવિયાનગરના પીઆઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોઇ ગુનો બનતો ન હોવાથી કોર્પોરેટર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ પોલીસ અમુક કિસ્સાઓમાં ભેદભાવભરી નીતિ અપનાવતી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

ભૂલ ન હતી છતાં પોલીસની કડકાઈ
શ્રીનાથજી સોસાયટી પાસે આવેલા ઉદેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરીને ડુંગળીનું મફત વિતરણ કરતા હતા આમ છતાં માલવિયાનગર પોલીસ તેઓને ઉઠાવી ગઈ હતી. ત્યારબાદ માત્ર નિવેદન લઈને છોડી મુકયા હતા. પોલીસ કોર્પોરેટરને ઊઠાવી શા માટે ગઈ તે યક્ષ પ્રશ્ન છે.

ભાજપનો કાર્યક્રમ હતો એટલે પોલીસ ઢીલીઢફ
માલવિયાનગર પોલીસમથક હેઠળના સ્વામિનારાયણ ચોકમાં ગત શનિવારે ભાજપના આગેવાનોએ  પોલીસ સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. અહિંયા ભાજપના આગેવાનોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજિયા ઊડાવ્યા હતા. મોટાભાગનાએ માસ્ક પણ પહેર્યા ન હતા. જેઓએ પહેર્યા હતા તે ગળામાં લટકતા હતા. આમ છતાં માલવિયાનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ન હતી. આવું શા માટે થયું તે બાબતે માલવિયાનગર પોલીસે કાયદેસર રીતે સ્પષ્ટતા કરવી જોઈએ.

ખુદ પોલીસે જ કર્યો નિયમભંગ
સામાન્ય વ્યક્તિ નાની અમથી ભૂલ કરે તો પોલીસ કાયદો બતાવીને તેની સામે સખ્ત કાર્યવાહી કરતી હોય છે. જો કે માલવિયાનગર પોલીસે પરપ્રાંતીયોને એકબીજાની બાજુમાં બેસાડીને પોતે જ નિયમનો ભંગ કર્યો હતો. ત્યારે એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અપનાવતી પોલીસ સામે કાનૂનીરાહે કોણ પગલાં લેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો