તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડયાત્રા:નગરસેવકને પ્રજાની જરૂરિયાત હોવી જોઈએ નહીં કે પ્રજાજનોને

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં.10 અધિકારી પાસેથી કામ લેવાની કુનેહ અને લોકોના સીધા જ સંપર્કમાં રહે તેવા નેતા જોઈએ

ભાસ્કરની વોર્ડ યાત્રામાં વોર્ડ નં.10ના સ્થાનિકોએ પોતાનો મત આપતા જણાવ્યું હતું, કે પ્રજાને નગરસેવકની નહીં પણ નગરસેવકને પ્રજાની જરૂરિયાત હોવી જોઈએ, જો આ વાક્યને કોર્પોરેટર સમજે તોજ જે તે વોર્ડ અને વિસ્તાર વિક્ષિત થઇ શકશે અને લોકો શાંતિથી પોતાનું જીવન ગુજરાન ચલાવી શકશે. હાલ એવી પરિસ્થિત છે જ્યાં નગરસેવક ફોન ઉપાડી યોગ્ય જવાબ પણ નથી આપી શકતા અને લોકોને વાયદાઓ કરી છેતરી રહ્યા છે.

તો બીજી તરફ અનેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા, ગંદકી, પાણીનો ભરાવો સહિતના ઘણા પ્રશ્નોથી લોકો પીડાઈ રહ્યા છે. અને તેઓ આ પ્રશ્નોના નિરાકરણ માટે પણ ઝંખે છે. એવી જ રીતે વોર્ડમાં પાણીની લાઈનમાં લિકેજ હોવાથી રોડ ઉપર પણ અનેક વખત પાણી ભરાઈ જતા હોઈ છે. તો બીજી તરફ ટ્રાફિક સમસ્યા પણ એટલી જ કસ્ટદાયી છે , જેનું ત્વરિત નિવારણ આવે તે જ અપેક્ષા નવા ચૂંટાયેલા નગરસેવકો પાસેથી રાખવામાં આવશે.

તિરુપતિનગરમાં પણ પાણીના ટેન્કરો વ્યવસ્થિત રીતે પાર્ક ન કરાતાં અકસ્માતોનો ભય સતાવે છે. લોકોએ અપેક્ષા દાખવતા કહ્યું હતું કે, નગરસેવકે દર 15 દિવસે વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. તો ક્યાંક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ કોર્પોરેટરના નામ પણ ભૂલી ગયા છે કારણ કે તેઓ છેલ્લા 5 વર્ષથી દેખાતા પણ નથી.

નગરસેવકનો નંબર અને તેનું ઘર ગોતવું પડે છે
સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું, કે નગરસેવકનો ફોન નંબર અને તેનું ઘર પણ ગોતવું પડે. કોઈ તકલીફ કે, સમસ્યા માટે જો તેઓને ફોન કરવામાં આવે તો તેઓ યોગ્ય જવાબ પણ આપતા નથી. લોકોએ અપેક્ષા દાખવતા કહ્યું હતું કે, જે નેતા ભ્રષ્ટાચાર ઓછો કરશે એજ સમાજનો વિકાસ કરી શકશે. હાલના નગરસેવકો મોટા માણસોના પ્રશ્નો ત્વરિત સાંભળી તેનો નિકાલ લાવે છે, પણ નાના માણસોનું કોણ ? એ પણ પ્રશ્ન કર્યો હતો. વોર્ડ યાત્રા દરમિયાન લોકોએ ભગતસિંહજી ગાર્ડન પાસેના ન્યૂ સન્સના દુષણને દૂર કરવા જણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું, કે આ મુદ્દાને લઇ અનેક વખત નગરસેવકોને રજૂઆત કરી હતી છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી.

આ છે લોકોની અપેક્ષા
સ્થાનિકોના સંપર્કમાં સતત રહી તેઓને સંભાળવા જોઈએ.
નગરસેવકે વોર્ડના સ્થાનિકોને સહેજ પણ હેરાનગતિ ન થાય તે જોવું જોઈએ.
કોર્પોરેટરે ખોટા વાયદાઓ કરવાનું બંધ કરવું જોઈએ.
પાયાની સુવિધાને આપી લોકોને સંતોષ આપવો જોઈએ

વોર્ડ નં. 10ના મતદારો
પુરુષ મતદાર 27163
મહિલા મતદાર 26649
થર્ડ જેન્ડર 1
કુલ મતદાર 53813
કુલ બૂથ 48

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો