તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડયાત્રા 16-17:નગરસેવક વોર્ડનો રાજા કહેવાય, સમયાંતરે નગરયાત્રા કરવી જોઈએ

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ નં.16 : સોરઠિયા વાડી સર્કલ - Divya Bhaskar
વોર્ડ નં.16 : સોરઠિયા વાડી સર્કલ
 • પ્રજા વચ્ચે રહી લોકોની માંગને સંતોષે અને વોર્ડને વધુ વિકસિત કરે તેવા કોર્પોરેટરની જ અપેક્ષા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડના લોકોનું માનવું છે કે, નગરસેવક વોર્ડનો રાજા કહેવાય તેને સમયાંતરે નગરયાત્રા કરવી જોઈએ અને લોકોને પડતી મુશ્કેલી કે હાલાકીને દૂર કરવી જોઈએ. જ્યારે પણ તેઓનો સંપર્ક સાધવામાં આવે તે સમયે તે હાજર રહે એજ અપેક્ષા છે. વોર્ડ 16ના નવદુર્ગા મેઈન રોડ, મહેશ્વરી સોસાયટી, વોર્ડ 17ની ભારતીનગર અને અરવિંદભાઈ મણિયારનગર હુડકોના રહેવાસીઓએ ઘણા પ્રશ્નો કીધા હતા અને સામે ઉકેલ પણ દેખાડ્યો હતો કે, જો નવા ચૂંટાયેલા નગરસેવક પ્રજાનો સંપર્ક સાધે તો અનેક સમસ્યાનો હલ ત્વરિત આવી શકે. લોકોના જણાવ્યા મુજબ હાલની સ્થિતિ એવી છે જેમાં રાજા સુખી છે અને પ્રજા દુ:ખી છે ત્યારે રાજા કાન અને આંખ બને ખૂલી રાખી લોકોને સંભાળે એજ આવશ્યક છે.

બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં બાળકો માટે બગીચા, સાફ સફાઈ, નડતર ઝાડ, નડતર થાંભલા અને જે ખરાબ પાણી આવે છે તેની સમસ્યા અત્યંત વિકટ છે, જેનો હલ લાવવો એટલો જ જરૂરી છે. ઘણીખરી વખત મહિલાઓને નાના કામ અર્થે પણ ધક્કો ખાવો પડે છે અને યોગ્ય જવાબ પણ મળતો નથી. ત્યારે નવા ચૂંટાઈને આવનારા નેતા લોકો સાથે સીધો જ સંપર્ક રાખે અને માત્ર ચૂંટણી આવે ત્યારે દર્શન દયે તેવું ન કરે એજ અપેક્ષા રાખવામાં આવી રહી છે. વોર્ડ 16ના નવદુર્ગા વિસ્તારમાં રહેતા લોકોએ મતદાન ન કરવા પણ જણાવ્યું હતું અને કહ્યું કે, જો નગરસેવક ખાતરી આપશે તો મતદાનને લઇ વિચારશે.

વોર્ડ નં.16 : સોરઠિયા વાડી સર્કલ
નગરસેવક આવે છે પણ જે કામ થવું જોઈએ તે થતું નથી
વોર્ડ 16ના રહેવાસીઓએ જણાવતા કહ્યું હતું કે, નગરસેવક આવે છે પણ જે રીતે અને જે ગતિએ કામ થવા જોઈએ તે થઇ શકતા નથી. સહવિશેષ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી રોડ પર માત્ર પેચ વર્ક જ કરવામાં આવે છે. રાત્રે દારૂડિયાઓનો ત્રાસ સતાવી રહ્યો છે. જો નિયમિત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય. વિસ્તારમાં મંદિરો ખૂબજ છે પણ વૃદ્ધો સિવાય અન્ય કોઈ મહિલા કે યુવતી જઈ ન શકે કારણ કે, આ પવિત્ર જગ્યા પાસે આવારા તત્ત્વોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. અંતમાં સોસાયટીમાં સ્પીડબ્રેકરની માગ કરી હતી.

આ છે લોકોની અપેક્ષા

 • કર નિયમિત ભરવામાં આવે છે, પણ યોગ્ય સુવિધા નથી મળતી જે મળવી જોઈએ.
 • આજી રિવરફ્રંટનું કામ વહેલાસર પૂરું કરવામાં આવે તેવી રહેવાસીઓની અપેક્ષા.

વોર્ડ નં. 16ના મતદારો
પુરુષ મતદાર 27532
મહિલા મતદાર 25088
કુલ મતદાર 52620
કુલ બૂથ 48

વોર્ડ નં.17 : નંદાહોલ અને હુડકો વિસ્તાર
વોર્ડ નં.17 : નંદાહોલ અને હુડકો વિસ્તાર

વોર્ડ નં.17 : નંદાહોલ અને હુડકો વિસ્તાર
દબાણ અને ભૂગર્ભ ગટરના પ્રશ્નથી ત્રસ્ત

વોર્ડ 17ના સ્થાનિકોએ જણાવતા કહ્યું હતું કે, વોર્ડમાં વિવિધ સોસાયટીમાં રોડ-રસ્તા, દબાણો, ટ્રાફિક અને ભૂગર્ભ ગટરના પ્રશ્નો સૌથી વધુ સતાવી રહ્યા છે, જે અંગે ઘણી ખરી રજૂઆત કરવામાં આવેલી છે, છતાં કોઈ યોગ્ય ઉકેલ કે હલ હજુ સુધી આવ્યો નથી. તો જ્યારે વરસાદ આવે તો તેનું પાણી ભરાઈ જતા યોગ્ય નિકાલ પણ થઇ શક્યો નથી જેનો ઉકેલ વહેલાસર લાવવો જોઈએ. રહેવાસીઓએ લુખ્ખા તત્ત્વોના ત્રાસ અંગે પણ કહ્યું હતું, અને સીસીટીવી નાખવા માંગ પણ કરી હતી.

આ છે લોકોની અપેક્ષા​​​​​​​

 • ઈમાનદારી સાથે વોર્ડના તમામ જરૂરી વિકાસના કામ કરે તેવા નેતા જોઈએ છે.?​​​​​​​
 • વોર્ડ વિસ્તારના અટકેલા કામને નગરસેવકો પ્રાધાન્ય આપે અને પોતાની જવાબદારી સમજી પૂર્ણ કરે એ જ અપેક્ષા.​​​​​​​

વોર્ડ નં. 17ના મતદારો
​​​​​​​પુરુષ મતદાર 30703
મહિલા મતદાર 28729
કુલ મતદાર 59432
કુલ બૂથ 55

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો