તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કોરોનાગ્રસ્ત મહિલાનો મૃતદેહ દોશી હોસ્પિટલે પરિવારને સોંપ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોની પરિવારને મૃતદેહ ફરી હોસ્પિટલે લઈ જવો પડ્યો. - Divya Bhaskar
સોની પરિવારને મૃતદેહ ફરી હોસ્પિટલે લઈ જવો પડ્યો.
  • સોની પરિવાર બપોરથી સાંજ સુધી મૃતદેહ લઈને ચાર સ્મશાન ફર્યા બાદ રાત્રે 9 વાગ્યે અંતિમવિધિ થઈ શકી

કોરોના મહામારીમાં હોસ્પિટલોની બેદરકારી અવારનવાર બહાર આવી રહી છે ત્યારે શહેરના ગોંડલ રોડ પર આવેલી દોશી હોસ્પિટલ દ્વારા શુક્રવારે બપોરે કોરોનાના દર્દીનું અવસાન થયા બાદ તેમનો મૃતદેહ કોવિડના પ્રોટોકોલ મુજબ પેક કરીને આપવાને બદલે ખુલ્લો જ આપી દઈ મોટી બેદરકારી દાખવી હતી. પેક કર્યા વિનાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પરિવારના 10થી વધુ સભ્યોને પણ સંક્રમણ થવાની પ્રબળ સંભાવના રહી છે પરંતુ હોસ્પિટલથી મૃતદેહ સોંપી દીધા બાદ પરિવાર શહેરના ચાર સ્મશાનમાં અંતિમવિધિ કરવા પહોંચ્યો પરંતુ સ્મશાનના સંચાલકોએ પણ મૃતદેહ કોવિડ પ્રોટોકોલ મુજબ પેક કરેલો ન હોવાથી અંતિમવિધિ કરવા ઇનકાર કરી દેતા આખરે ફરી હોસ્પિટલમાં મૃતદેહ લવાયો અને હોસ્પિટલના સંચાલકોને ભૂલ સમજાયા બાદ નિયમ મુજબની પ્રક્રિયા કરી હતી.

બપોરે 1.30 કલાકે અવસાન થયું પરંતુ હોસ્પિટલની બેદરકારીને કારણે છેક રાત્રે 9 વાગ્યે મોટામવા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે દોશી હોસ્પિટલમાં વૃદ્ધા દાખલ હતા. શુક્રવારે બપોરે 1.30 કલાકે તેમનું અવસાન થયું. અવસાન થયા બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેમાં પાંચમા સ્ટેજનું સંક્રમણ ડિટેક્ટ થયું. અવસાન બાદ તબીબોએ સર્ટિફિકેટમાં પણ કોરોના પોઝિટિવ હોવાનું દર્શાવ્યું પરંતુ કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે મૃતદેહને પેક કર્યા વિના જ પરિવારને સોંપી દીધો. નિયમ મુજબ કલેકટર કંટ્રોલમાં હોસ્પિટલે જાણ કરવાની રહે છે અને કલેકટરની મંજૂરી બાદ જ સ્મશાનમાં અંતિમવિધિ થઇ શકે છે પરંતુ હોસ્પિટલે કશું ન કર્યું.

પેક કર્યા વિના મૃતદેહ આપી દેતા સાથે રહેલા પરિવારજનોમાં પણ સંક્રમણ ફેલાવવાની ભીતિ રહેલી છે. પરિવાર બપોરે 2 વાગ્યાથી મોડી સાંજ સુધી અંતિમ સંસ્કાર કરવા માટે જુદા જુદા ચાર સ્મશાને ગયા જ્યાં ખુલ્લા મૃતદેહની અંતિમવિધિ કરવાની ના પાડી. આખરે પરિવાર ફરી મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચ્યો, સંચાલકોએ પ્રોટોકોલ મુજબ મૃતદેહ પેક કર્યા બાદ રાત્રે 9 કલાકે મોટામવા સ્મશાનમાં વૃદ્ધાના અંતિમ સંસ્કાર કરાયા.

અન્ય સમાચારો પણ છે...