તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેક માટે રિહર્સલ:યુનિવર્સિટીની કોર કમિટીએ નેકની જેમ જ ભવનોના પ્રેઝન્ટેશન જોયા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર
 • ફિઝિકલ એજ્યુકેશન, સોશિયોલોજી, ઈતિહાસ ભવનના પ્રેઝન્ટેશન જોવાયા

નેકની તૈયારીના ભાગરૂપે તમામ ભવનોની જુદી જુદી 43 જેટલી ફાઈલ તૈયાર કરાઈ છે અને તેનું પ્રેઝન્ટેશન 28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી દરેક ભવનના વડાએ સિન્ડિકેટ સભ્યો સમક્ષ કરવાનું છે. જે અંતર્ગત સોમવારે પ્રેઝન્ટેશનના પ્રથમ દિવસે ફિઝિકલ એજ્યુકેશન, ઈતિહાસ, સોશિયોલોજી સહિતના કેટલાક ભવનના પ્રેઝન્ટેશન જોવાયા હતા. દરેક સિન્ડિકેટ સભ્યોને ચાર-ચાર ભવનની ફાઈલો તૈયાર કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સોમવારે યુનિવર્સિટીના ભવનોના પ્રેઝન્ટેશન નેકના ઇન્સ્પેક્શન માફક જોવાયા હતા અને ભવનના વડા સહિતનાને જરૂરી સૂચનો પણ કરાયા હતા. નેકના ઇન્સ્પેક્શનમાં દરેક ભવન દ્વારા જે જે બાબતો, ઉપલબ્ધિઓ દર્શાવવાની છે તે તમામ બતાવાઈ હતી.

ભવનમાં છેલ્લા પાંચ વર્ષની કામગીરી, વિદ્યાર્થીઓની સંખ્યા, પીએચડી વિદ્યાર્થીઓ, ભવનના રિસર્ચ પેપરો, જર્નલમાં પ્રકાશિત સંશોધન, ભવનને મળેલી ગ્રાન્ટ, અધ્યાપકો સહિતની તમામ વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. નેકની ટીમ જ્યારે ઇન્સ્પેક્શનમાં આવશે ત્યારે કઈ બાબતોનું નિરીક્ષણ કરશે તેને ધ્યાનમાં રાખીને જ યુનિવર્સિટીએ દરેક ભવનોની ફાઈલ અને પીપીટી પ્રેઝન્ટેશન તૈયાર કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો