વોટરપ્રૂફ રંગોળી:રાજકોટમાં મેગા રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકનો મેજીક, પાણીમાં તરતી રંગોળી બનાવતા આકર્ષણનું કેન્દ્ર બની, 2 કિમીમાં 400થી વધુ રંગોળીનો અદભૂત નજારો

રાજકોટએક મહિનો પહેલા
  • સ્પર્ધકે દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહફાળો છે તેની મુખાકૃતિ દર્શાવતી પઝલ રંગોળી બનાવી

રાજકોટમાં દિવાળી પર્વે મહાનગર પાલિકાએ રેસકોર્ષ રિંગરોડ ફરતે મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેનો પ્રારંભ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. મંગળવાર સાંજથી સ્પર્ધકો દ્વારા અવનવી રંગોળીઓ બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં 400થી વધુ રાજકોટિયનોએ પોતાની કરામતથી અવનવી રંગોળીઓ તૈયાર કરી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મેગા સ્પર્ધામાં પ્રદિપભાઈ દવેએ પાણીમાં તરતી રંગોળી બનાવતા લોકો જોવા માટે ઉમટી રહ્યા છે. પ્રદીપભાઈના મેજીકથી પાણીમાં તરતી રંગોળીએ આકર્ષણ જમાવ્યું છે.

પાણીમાં રંગોળી, પાણી ઉપર રંગોળી અને પાણી વચ્ચે રંગોળીનું આકર્ષણ
આ વર્ષે દેશભક્તિ, કોરોના મહામારી, વેક્સિનેશન રેકોર્ડ, સરદાર પટેલ, મહાત્મા ગાંધીજીની સાથે સાથે પાણીમાં, પાણી ઉપર અને પાણી વચ્ચેની મેજીક રંગોળીએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. સ્પર્ધકો દ્વારા અલગ અલગ થીમ આધારિત રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ સાથે રંગોળીકાર પ્રદિપભાઇ દવેએ પણ રાજકોટ મનપા આયોજીત રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી મેજીક રંગોળી એટલે કે પાણીમાં રંગોળી, પાણી ઉપર રંગોળી અને પાણી વચ્ચે રંગોળીએ ખાસ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

મેગા રંગોળી સ્પર્ધામાં 2 કિમીના રસ્તા પર અવનવી રંગોળી બનાવવામાં આવી.
મેગા રંગોળી સ્પર્ધામાં 2 કિમીના રસ્તા પર અવનવી રંગોળી બનાવવામાં આવી.

સૌથી ઓછા સમયમાં એક ઇંચની આંખની મેજીક રંગોળી બનાવી હતીઃ પ્રદીપભાઇ
પ્રદીપભાઇ દવેએ જણાવ્યું હતું કે, મેં સૌથી ઓછા સમયમાં એક ઇંચની આંખની રંગોળી એક મિનીટમાં બનાવી હતી. જ્યારે રંગોળીમાં વધારે સમય 50થી 60 કલાક લાગે છે. મેગા રંગોળી સ્પર્ધામાં મેં દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહફાળો છે તેની મુખાકૃતિ દર્શાવતી પઝલ રંગોળી બનાવી છે. આ રંગોળી બનાવવામાં મારે ઘરે 4થી 5 દિવસ લાગ્યા અને સ્પ્રે, ફિનીશિંગ સહિતનું વર્ક સ્થળ પર કર્યું હતું જેમાં 13થી 14 કલાક સમય લાગ્યો હતો. અત્યાર સુધીમાં મેં 300થી 350 મેજીક રંગોળી બનાવી છે. મને રાજકોટ રત્ન એવોર્ડ મળ્યો છે. તેમજ નાગરિક બેંકે મને પ્રાઇડ ઓફ રાજકોટનો એવોર્ડ આપ્યો છે. ગિનીશ બૂકમાં કોશિશ ચાલુ છે.

લોકો QR કોડથી સ્પર્ધકોને વોટ કરી રહ્યા છે.
લોકો QR કોડથી સ્પર્ધકોને વોટ કરી રહ્યા છે.

મેગા રંગોળી સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહીત કરાશે
રાજકોટ મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટને પ્રોત્સાહીત કરવા રેસકોર્સ ખાતે મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 3થી 5 નવેમ્બર સુધી ચાલનાર છે. આ સ્પર્ધામાં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક વ્યક્તિગત રંગોળી અને બીજી ગ્રુપ રંગોળી. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ નંબરને 21 હજાર અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ નંબરને 31 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે. જેની જાહેરાત આજે વોટિંગ બાદ કરવામાં આવશે.

પ્રદીપભાઈએ પાણીની અંદર ગણેશજીની રંગોળી બનાવી.
પ્રદીપભાઈએ પાણીની અંદર ગણેશજીની રંગોળી બનાવી.

લોકો QR કોડથી રંગોળી પસંદ કરી વોટ કરશે
આ રંગોળી સ્પર્ધા સામાન્ય રીતે યોજાતી રહેતી રંગોળી સ્પર્ધાથી કંઇક વિશેષ છે. કદાચ પ્રથમ વખત રાજકોટમાં આ નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં દોરવામાં આવેલી
રંગોળીઓમાંથી કંઈ રંગોળી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કોઈ નિષ્ણાત કે જજને રોકવામાં આવ્યા નથી. શ્રેષ્ઠ રંગોળી લોકો જાતે જ નક્કી કરી શકશે. લોકોએ તેમને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે. લોકો OR કોડ સ્કેન કરી અથવા રાજકોટ મનપાની એપમાં પસંદગીની રંગોળી સિલેક્ટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે.

પ્રદીપભાઇએ અત્યાર સુધીમાં 300થી 350 પાણીમાં તરતી રંગોળી બનાવી.
પ્રદીપભાઇએ અત્યાર સુધીમાં 300થી 350 પાણીમાં તરતી રંગોળી બનાવી.

40 આર્ટિસ્ટને ઇનામ આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે , રંગોળી સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવશે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં 40 આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ 25 ગ્રુપને 2-2 હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

સૌથી નાની આંખની મેજીક રંગોળી પ્રદીપભાઇએ એક મિનીટની અંદર બનાવી હતી.
સૌથી નાની આંખની મેજીક રંગોળી પ્રદીપભાઇએ એક મિનીટની અંદર બનાવી હતી.

વિજેતા કૃતિઓ માટેનાં પુરસ્કાર

વ્યક્તિગત સ્પર્ધક કેટેગરીગ્રુપ સ્પર્ધક કેટેગરી
પ્રથમ ઇનામ-રૂ. 21,000પ્રથમ ઇનામ- રૂ.31,000
બીજું ઇનામ- રૂ.15,000બીજું ઇનામ- રૂ.25,000
ત્રીજું ઇનામ- રૂ.11,000ત્રીજું ઇનામ- રૂ.21,000
ચોથું ઇનામ- રૂ.5100ચોથું ઇનામ- રૂ.15,000
પાંચમું ઇનામ- રૂ.3100પાંચમું ઇનામ- રૂ.11,000
અન્ય સમાચારો પણ છે...