તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ જિલ્લા પંચાયત માટે કોંગ્રેસે શુક્રવારે સવારે લિસ્ટ જાહેર કર્યુ હતુ અને જે કોઇ સંભવિત ઉમેદવાર હતા તેમણે પહેલાથી જ ફોર્મ ભરીને રાખતા 50 ટકાથી વધુ દાવેદારોએ નામાંકન કર્યુ છે અને બીજા શનિવાર સુધીમાં ફોર્મ ભરી દેશે. યાદી જાહેર થયા બાદ અચાનક જ ફેરફાર આવ્યો અને પડધરી 22 નંબરની સીટ પરના ઉમેદવાર અશ્વીન ગેડિયાને બદલે પડધરી સરપંચ એસો.ના પ્રમુખ સરપંચ ગિરીરાજસિંહ ચંદુભા જાડેજા(હડમતિયા)ને ટિકીટ અપાઈ. ટિકીટ ફાળવણીમાં જ્ઞાતિ સમીકરણમાં કોંગ્રેસે ભાજપનું અનુકરણ કર્યુ છે અને સૌથી વધુ ટિકીટ પાટીદાર ઉમેદવારોને આપી છે પણ નજીવો ફેરફાર જોવા મળ્યો છે.
18ને બદલે 16 પટેલ દાવેદારો છે બીજા દાવેદારોમાં કોળી સમાજના 9, ક્ષત્રિય અને આહિર સમાજના 3-3, અનુ. આદિજાતીના 1 જ્યારે અનુ. જાતિના 4 ઉમેદવારો રાખ્યા છે. જે લિસ્ટ જાહેર થયુ છે તેમાં અર્જુન ખાટરીયા અને નારણ સેલાણાને રીપીટ કરાયા છે. જ્યારે વિનુ ધડુક અને મનોજ બાલધાની સીટ પર સ્ત્રી અનામત આવતા તેમના પત્નીઓને ટિકીટ અપાઈ છે બીજી તરફ ગત ટર્મના સભ્ય મધુબેનના સ્થાને તેમના પતિ પંકજ નસિતને ટિકીટ અપાઈ છે.
લોધિકામાં ભાજપના દાવેદાર જાહેર, કોંગ્રેસનુ લિસ્ટ બાકી
લોધિકા તાલુકા પંચાયતમાં છેક સુધી યાદી જાહેર ન થઇ અને ઉમેદવારોના નામ જાહેર થયા ત્યાં સુધીમાં તો ઘણાએ ફોર્મ પણ ભરી દીધાનું બહાર આવ્યુ હતું. ભાજપે બળવા અને પક્ષપલ્ટાના ડરના કારણે જે પણ ઉમેદવાર હતા તે તમામને રાત્રે જ ફોન કરીને ફોર્મ ભરવા કહી દીધુ હતુ અને ઉમેદવારનું લિસ્ટ મોડી સાંજે બહાર પાડ્યુ હતું. બીજી તરફ કોંગ્રેસમાં હજુ સુધી તાલુકા પંચાયતોમાં ઉમેદવારોનું સત્તાવાર લિસ્ટ જાહેર જ કરાયુ નથી. શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને તે દિવસે જ નામ જાહેર થશે તેવુ જિલ્લા પ્રમુખ હિતેશ વોરા જણાવી રહ્યા છે. અેક તર્ક એ પણ છે કે કોંગ્રેસે પણ ભાજપની જેમ માનીતા ઉમેદવારોને અગાઉથી ફોન કરીને ફોર્મ ભરાવ્યા છે. શનિવારે એકપણ ઉમેદવારનું નામ બદલશે તો રાજકોટ મનપાની ચૂંટણીની જેમ જ વિવાદ થાય તેવી સંભાવના છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.