તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોંગી આગેવાનના પતિએ બોગસ દસ્તાવેજથી દારૂની પરમિટ મેળવી’તી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથિયાર-દારૂમાં પકડાયા બાદ વધુ એક કારસ્તાન

હથિયાર તેમજ વિદેશી દારૂના ગુનામાં ચાર મહિના બાદ પકડાયેલા મહિલા કોંગ્રેસ આગેવાનના પતિ પીયૂષ પ્રેમજી લીંબાસિયાની રિમાન્ડ દરમિયાન વધુ એક ગુનો આચર્યાનું પ્રકાશમાં આવ્યું છે. ચૂંટણીની આગલી રાતે ફાયરિંગવાળા વીડિયોને પગલે તપાસમાં આ વીડિયો ચાંદની અને તેના પતિ પીયૂષનો હોવાનું ખૂલતા પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં ચાંદની હાથ લાગી હતી, પરંતુ પીયૂષ હાથ લાગ્યો ન હતો. જ્યારે ઘરની તલાશીમાં દારૂની બોટલો મળી આવી હતી. જેથી ગુનો નોંધ્યો હતો. ફરિયાદના 4 મહિના બાદ ફરાર પીયૂષની ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી.

એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. ફાયરિંગ વાળા બનાવમાં તેને પોતાના લાઇસન્સવાળા હથિયારથી ફાયરિંગનું તપાસમાં જાણવા મળ્યું હતું. જ્યારે તેના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગેની પૂછપરછ કરતા તે 2014થી 2017 સુધી આરોગ્ય પરમિટ ધરાવતો હતો, પરંતુ બાદમાં તે રિન્યૂ થઇ ન હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન પીયૂષની પરમિટ અંગેના દસ્તાવેજો તપાસતા તેને બોગસ દસ્તાવેજોના આધારે જન્મ તારીખમાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પીયૂષની જન્મ તારીખ 13-7-1986 છે. જ્યારે 2014માં તેની સાચી ઉંમર 28 હોવા છતાં તેને 40 વર્ષ દર્શાવી નશાબંધી અને આબકારી વિભાગમાંથી હેલ્થ પરમિટ મેળવી લીધી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...