મનપાના ઈજનેરોએ મહાત્મા ગાંધી મ્યુઝીયમનો ખર્ચ કરતા પહેલા પ્રેઝન્ટેશનમાં ખર્ચ નીકળી જાય તેટલી આવક રહેશે તેવા સપના દેખાડ્યા હતા જે ખોટા નીકળ્યા છે. મ્યુઝિયમનો ખર્ચ નીકળે તેટલા પણ મુલાકાતી આવતા નથી તેથી હવે વધુ આવક મેળવવા મ્યુઝિયમનો કોન્ફરન્સ હોલ ભાડે આપવા નિર્ણય લેવાયો છે. જે માટે સવારે 9થી બપોરના 2 કલાક સુધીનુ ભાડુ 5000, બપોરે 3થી સાંજના 8 સુધીનું ભાડુ પણ 5000 જ્યારે આખો દિવસ એટલે કે સવારે 9થી સાંજના 6 સુધીનું ભાડુ 8000 રૂપિયા રહેશે.
કોન્ફરન્સ હોલ માટે નક્કી થયેલા નિયમો
1 હોલ વધુમાં વધુ 90 દિવસની અંદર બૂક કરાવી શકશે અને સ્લોટ મુજબ બુકિંગ થશે
2 હોલ વધુમાં વધુ સળંગ 7 દિવસ સુધી બૂક કરી શકાશે
3 કોન્ફરન્સ હોલ ફક્ત મિટિંગ, પ્રેઝન્ટેશન, તાલીમ અને વર્કશોપ જેવા કામ માટે જ અપાશે
4 હોલની કેપેસિટી 60 લોકોની છે, તે સંખ્યાની મર્યાદામાં જ કાર્યક્રમ કરવાનો રહેશે.
5 ભાડામાં વીજળી, સફાઈ, સાઉન્ડ સિસ્ટમ, ખુરશી અને પ્રોજેક્ટરની સુવિધા સમાવિષ્ટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.