તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:થોરિયાળીમાં 15 વર્ષ પહેલા બનેલા ચેકડેમની સ્થિતિ અત્યંત ખરાબ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોના હસ્તકની માલિકી તેનાથી તંત્ર પણ અજાણ, રિપેર કરવા માંગ

થોરિયાળી ગામમાં અને આજી 3 નદી નજીક આશરે 15 વર્ષ પહેલા બાંધવામાં આવેલા ચેકડેમની માલિકી કોની તે હજુ પણ અસ્પષ્ટ છે. ડેમનો જે ભાગ થોરિયાળી તરફનો છે તેની સ્થિતિ ખુબ જ ખરાબ થયેલી છે અને જો વરસાદ પડે તો ડેમની સ્થિતિ અત્યંત કફોડી બની શકે છે. ગામના સરપંચ દ્વારા આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે નિર્ણય અને પગલાંઓ લેવામાં આવવા જોઈએ તે થઇ લેવાયા ન હતા. વધુમાં સરપંચે કહ્યું હતું કે, બે વર્ષ પહેલા આ ચેકડેમ તૂટી ગયો હતો અને હાલ રેતી, કપચી અને માટી જ નીકળે છે. જે અંગે સ્ટેટ સિંચાઈ, જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં પૂછવામાં આવતા તેઓને પણ ખ્યાલ નથી કે આ ચેકડેમની માલિકી કોની છે.

કિસાનસંઘના દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, જે ચેકડેમનો ભાગ પડી ગયો છે, તેને રિપેર કરવાના બદલે તે સ્થળ પર માત્ર પથરા જ રાખી દીધા છે અને જે દીવાલને રિપેર કરવાની બાકી છે તેને હજુ પણ રિપેર કરવામાં આવી નથી. વધુમાં તેઓએ કહ્યું હતું કે, હાલ ત્યાં પોચી માટી છે, જેથી જો વરસાદ પડે તો પાળો તૂટી જવાની શક્યતા છે.

ત્યારે આ ચેકડેમને રિપેર ક્યારે કરવામાં આવશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લેતા આ ચેકડેમની મરામત કોણ કરશે અને જવાબદારી કોણ સ્વીકારશે તે જોવાનું રહ્યું, બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, જે ચેકડેમની માલિકી નક્કી ના થતી હોય તો તેની જવાબદારી જિલ્લા પંચાયત સ્વીકારશે, ત્યારે એ પણ જોવાનું રહ્યું કે શું જિલ્લા પંચાયત આ કાર્ય હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...