ખેડૂતોની હાલત કફોડી:જામકંડોરણા પંથકના ખેડૂતોમાં આક્રોશ, બજારમાં ટમેટાનો ભાવ નહિ મળતા રસ્તા પર ટમેટા ફેંક્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ પોતાના ટમેટા રસ્તા પર ફેંકી પોતાનો રોષ વ્યક્ત કર્યો - Divya Bhaskar
ખેડૂતોએ પોતાના ટમેટા રસ્તા પર ફેંકી પોતાનો રોષ વ્યક્ત કર્યો
  • પહેલા કિલોનો ભાવ રૂ.40થી 50 ​​​​​મળતો હતો હવે માત્ર 2 રૂપિયા મળતા હોવાનો ખેડૂતોનો દાવો

હાલ ખેડૂત માટે જાણે મુશ્કેલીના દિવસો હોય તેમ રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના બાલાપર ગામમાં ખેડૂતોએ પોતાના પાંચ વીઘાથી માંડીને પંદર વીઘાના ખેતરમાં ટમેટાનું વાવેતર કરેલ છે. અને છેલ્લા બે અઢી વર્ષથી કોરોના મહામારીએ તેમજ માવઠાથી ખેડૂતોને ઘણીબધી નુકસાની વેઠવાનો વારો આવેલ છે. ખેડૂતને ટામેટા રસ્તા પર ફેંકવાનો વારો આવ્યો છે.

પુષ્કળ પ્રમાણમાં ટામેટા આવેલ છે
પુષ્કળ પ્રમાણમાં ટામેટા આવેલ છે
ટમેટાના ભાવ તળીયે ગયા છે
ટમેટાના ભાવ તળીયે ગયા છે

ખેડૂતોને ટમેટામાં સંતોષકારક વળતર મળતુ નથી
બાલાપર ગામના ખેડૂતોએ જેમણે પોતાની જમીનમાં ટમેટાનું વાવેતર કરેલ છે. આ વાવેતર બાદ આ વખતે ટમેટામાં સારો એવો ફાલ પણ આવેલ છે. અને પુષ્કળ પ્રમાણમાં ટામેટા પણ આવેલ છે. પણ જે ટામેટા પહેલા 40થી 50 રૂપીયા કિલોનો ભાવ મળતો હતો. તે અત્યારે બે રૂપિયે કિલો ટમેટા ખેડૂતો પાસે વેપારીઓ લેવા આવે છે. જેથી આ ખેડૂતોને ખેતરમાંથી ટામેટાઓ કાઢવાની મજુરીનો ખર્ચ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓનો ખર્ચ તથા યાર્ડમા પહોંચવાનો ખર્ચ બધો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને ટમેટામાં સંતોષકારક વળતર મળતુ નથી.

વાવેતર બાદ આ વખતે ટમેટામાં સારો એવો ફાલ પણ આવેલ છે
વાવેતર બાદ આ વખતે ટમેટામાં સારો એવો ફાલ પણ આવેલ છે
ખેડૂતોને ટમેટામાં સંતોષકારક વળતર મળતુ નથી.
ખેડૂતોને ટમેટામાં સંતોષકારક વળતર મળતુ નથી.

માવઠાથી ખેડૂતોને ઘણીબધી નુકસાની વેઠવાનો વારો
જે રીતે આ ખેડૂતોએ જણાવેલ તેમ બાલાપર ગામના ખેડૂતોએ પોતાના ટમેટા રસ્તા પર ફેંકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને સરકાર ખેડૂતો સામે તેમની મહેનત અને તેમની સ્થિતિ જોવા ઉપરાંત જે રીતે આ ટમેટાના ભાવ તળીયે ગયા છે તેને લઈને કોઈ ભાવ વધારવા અને ખેડૂતોને મદદરૂપ થવા અને જે રીતે ખેડૂતો મહેનત કરે છે તેમની મહેનતનું યોગ્ય પરિણામ અને વળતર અપાવવા મદદરૂપ થાય તેવી આશા સરકાર પાસે વ્યક્ત કરી છે.