ભાસ્કર એક્સક્લુઝિવ:ખનીજચોર પોલીસમેનનો મળતિયો હોવાના જોરે કલેક્ટર ઓફિસે કર્યો હલ્લો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • માધાપર ચોકડીએ ટ્રક અટકાવતા રોડ પર આડી મૂકી ભાગ્યો

શહેરની માધાપર ચોકડીએ સાંજે 6 વાગ્યે ખાણ ખનીજ વિભાગે નંબર પ્લેટ વગરની એક ટ્રકને અટકાવી હતી જેમાં રેતી ભરેલી હતી. ચાલકે સાઈડમાં ટ્રક રાખવાને બદલે રોડ પર જ રાખીને નાસી જતા ટ્રાફિક જામ થયો હતો. જેને લઈને ખાણ ખનીજ વિભાગે ટ્રક જપ્ત કરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેવામાં ડ્રાઇવર સહિત 20 અજાણ્યા શખ્સ ત્યાં ધસી આવ્યા હતા અને ટ્રક જપ્ત કરવા મામલે સ્ટાફને ઘેરી ડરાવી રહ્યા હતા અને રાજકોટમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારીનું નામ આપી રોફ જમાવી રહ્યા હતા

આ ઉપરાંત તે પોલીસ અધિકારીએ પણ ખાણ ખનીજ વિભાગના સ્ટાફ સાથે ફોન કર્યા હોવાની પણ ચર્ચા છે. ટોળાં વચ્ચે ઘેરાયેલા સ્ટાફે તુરંત જ આ મામલાની જાણ ભૂસ્તરશાસ્ત્રી જે. એચ. વાઢેરને કરી હતી જેથી તેઓ કચેરીએ પહોંચ્યા હતા ત્યાં સુધીમાં ડ્રાઈવર સહિતના તમામ ફરાર થઈ ગયા હતા.

ડ્રાઈવરે પણ પૂરી વિગત તેમજ કેટલો માલ છે તે માટે કાંટા ચિઠ્ઠી ન આપતા તેને લઈને ફરી માધાપર ચોકડીએ પહોંચ્યા હતા જ્યાં વજન કરીને ટ્રકનો વજન બાદ કરતા 42 ટન ગેરકાયદે રેતી હોવાનું ખુલ્યું હતું. આ કાર્યવાહી થતા આખરે ડ્રાઈવરે પોતાનું નામ દીપક દેવજી પીપળિયા હોવાનું અને આ ટ્રક વિજય અરજણ મકવાણાનો હોવાનું તેમજ ટ્રકના સાચા નંબર પણ આપ્યા હતા તેથી આ મામલે આરટીઓને જાણ કરાશે તેથી જો પાસિંગ કરતા વધુ માલ ભર્યો હશે તો આરટીઓ પણ આ મામલે કાર્યવાહી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...