રાજકોટમાં આજે કેન્દ્રીય ચૂંટણી પંચના ધામા:સૌરાષ્ટ્ર-કચ્છના કલેક્ટરો, CP અને SP સાથે બેઠક યોજી, અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજરોજ રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાના કલેક્ટર ઉપસ્થિત રહ્યા
બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ચૂંટણીપંચના સભ્યો તેમજ અન્ય જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને આવકાર્યા હતા. આ બેઠકમાં રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જામનગર કલેક્ટર સૌરભ પારધી, મોરબી કલેક્ટર જી.બી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેક્ટર મુકેશ પંડ્યા, બોટાદ કલેક્ટર બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી. સંપટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર દિલીપસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાના SP પણ હાજર રહ્યા
તેમજ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષક કિશોર બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...