તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Collector Said 200 New Beds Have Been Started In Civil, Rajkot 2 ENT Surgeons Will Be Transferred From Bhavnagar In The Coming Days.

મ્યુકોરમાયકોસિસનું વધતું પ્રમાણ:રાજકોટમાં કેસ વધતા કલેકટરે કહ્યું - ખાનગી ENT સર્જન પણ સિવિલ હોસ્પિટલમાં આવી ઓપરેશન કરશે, આગામી દિવસોમાં ભાવનગરથી રાજકોટ 2 ENT સર્જનની બદલી કરાશે

રાજકોટ2 મહિનો પહેલા
કલેક્ટર રેમ્યા મોહન
  • સિવિલમાં દર્દીઓ માટે અત્યારે 1 ENT સર્જન દ્વારા ઓપરશન કરવામાં આવે છે

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાનું જ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે મોઢું ફાડીને ઉભી રહી ગઈ છે. અત્યારે શહેરમાં એક જૂની પરંતુ અત્યંત ઘાતક એવી બીમારી કોરોનાગ્રસ્ત લોકોને બેફામ રંજાડી રહી છે. આ અંગે વાત કરતા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ વધી રહ્યા છે. જેને પગલે હાલ નવા 200 બેડ શરૂ કરાયા છે. ખાનગી ENT સર્જન પણ સિવિલ હોસ્પિટલમાં આવી ઓપરેશન કરશે, આગામી દિવસોમાં ભાવનગરથી રાજકોટ 2 ENT સર્જનની બદલી કરાશે

સિવિલમાં વિનામૂલ્યે સેવા અપાશે- કલેક્ટર
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હવે મ્યુકોરમાયકોસિસના વોર્ડમાં કુલ 400 બેડ કાર્યરત છે. હાલ સિવિલમાં દર્દીઓ માટે 1 ENT સર્જન દ્વારા ઓપરશન કરવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં ભાવનગરથી રાજકોટમાં 2 ENT સર્જનની બદલી કરાશે. જેથી કુલ 3 ENT સર્જનની ટીમ દર્દીઓની સારવાર કરી શકે. આ ઉપરાંત ENT સર્જન એસો. દ્વારા સિવિલમાં નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ખાનગી ENT સર્જન પણ સિવિલ હોસ્પિટલમાં આવી ઓપરેશન કરશે.

સિવિલમાં કાર્યરત મ્યુકોરમાયકોસિસનો વોર્ડ
સિવિલમાં કાર્યરત મ્યુકોરમાયકોસિસનો વોર્ડ

મ્યુકોરમાયકોસિસ શું છે?
કોરોના સામે લડતા દર્દીઓમાં ફેફસાંમાં વાયરસ વધુ સક્રિય થાય ત્યારે સાઈકોટાઈમ સ્ટ્રોમનું જોખમ ઉભું થાય છે. તેને ઓછું કરવા માટે જે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે તેના કારણે મ્યુકોરમાયકોસિસ થાય છે. આ રોગની શરૂઆત નાક અને ગળામાંથી થાય છે. ફંગસ થતા નાક ભરાય જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ફંગસ આંખ, ફેફસાં અને મગજ સુધી પહોંચી જાય છે. વાતાવરણમાં રહેલી આ એક પ્રકારની ફૂગ હોય છે.

મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા
હાલ મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે મ્યુકરમાઈકોસિસને આમંત્રણ આપી રહ્યાં છે. બીજીબાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી લચક સારવાર ચાલી રહી છે. આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ ઉપર રહે છે અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે.

ફંગસ થતા નાક ભરાય જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે
ફંગસ થતા નાક ભરાય જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે

આ રોગને મટાડવા ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન કિડની પર અસર કરે છે
તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે મ્યુકોરમાયકોસિસને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શન કિડનીને હાનિ પહોંચાડી શકે છે એટલા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ પડકાર તબીબો સામે રહે છે.

અન્ય સમાચારો પણ છે...