બેઠક:રાજકોટમાં મોરેશિયસના PMના રોડ શોને લઇ કલેક્ટરે અધિકારીઓને તૈયારી રાખવા આદેશ આપ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેઠકમાં કલેક્ટરે અધિકારીઓ સાથે ચર્ચા કરી - Divya Bhaskar
બેઠકમાં કલેક્ટરે અધિકારીઓ સાથે ચર્ચા કરી
  • વિવિધ સંસ્થાના સભ્યોને સમયસર નિયત સ્થળોએ ગોઠવાય જવા આદેશ

મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથની સોમવારે રાજકોટની મુલાકાતના આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, સેનિટેશન, સફાઈ, વગેરેની યોગ્ય ગોઠવણ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ડી.સી.પી. પ્રવિણકુમારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓને તેમના આઇકાર્ડ અચૂક સાથે રાખવા તાકીદ કરી હતી.

ગાર્ડ ઓફ ઓનર વિશે ચર્ચા કરવામાં આવી
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે મોરેશિયસના વડાપ્રધાનના આગમન સમયે યોજાનાર રોડ શો તથા અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ વિશેની વિગતોથી જિલ્લા કલેક્ટરને માહિતગાર કર્યા હતા. મોરેશિયસના વડાપ્રધાનને અપાનારા ગાર્ડ ઓફ ઓનર વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર રોડ શો દરમિયાન યોજાનારા સાંસ્કૃતિક તથા અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનારા આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ વગેરે સંસ્થાઓના સભ્યોને સમયસર નિયત સ્થળોએ ગોઠવાય જવા કલેક્ટરે આદેશ આપ્યા હતા.

સંકલન સમિતિની એપ્રિલ માસની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની એપ્રિલ માસની બેઠક યોજાઇ હતી. ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ જસદણ-વીંછિયા વિસ્તારના નાગરિકોના પ્રશ્નો અંગે આ બેઠકમાં રજૂઆત કરી હતી. જેનું સત્વરે નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પેન્ડિંગ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી. પાણી પુરવઠા, સિચાઈ, મનરેગા, પી.જી.વી.સી.એલ., આવાસ યોજના, માર્ગ અને મકાન, પીવાનું પાણી, આંગણવાડીના મકાન, આરોગ્ય વગેરે વિભાગોના પ્રશ્નો આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...