તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Collector Of Rajkot Has Made Arrangements To Bear All The Expenses Of The Education Of The Child Who Lost His Parents In Corona

માનવતા:રાજકોટના કલેક્ટરે કોરોનામા માતા-પિતા ગુમાવનાર બાળકીનો ભણવાનો તમામ ખર્ચ ખર્ચ તંત્ર ઉઠાવે તેવી વ્યવસ્થા કરી આપી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ - Divya Bhaskar
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ
  • કલેક્ટર અરુણ મહેશ બાબુએ વ્યસ્તતાની વચ્ચે મળવા આવેલી બાળકીને પોતાની પાસે બોલાવી

સરકારી વહીવટી તંત્રને લોકો હંમેશા નકારાત્મક દ્રષ્ટિએ જોતા હોય છે. લોકોના માનસ પર વહીવટી તંત્ર નિષ્ઠુર હોવાની છાપ હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ માનવતાભર્યું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.કોરોનામાં માતા-પિતા બન્ને ગુમાવનાર 12માં ધોરણમાં અભ્યાસ કરતી એક નિરાધાર બાળકી અને તેમના નાનીમાં સાથે કલેકટરને મળવા આવી હતી. બાળકીની દર્દભરી દાસ્તાન સાંભળીને કલેક્ટરે બાળકીનો ભણવાનો તમામ ખર્ચ તંત્ર ઉઠાવશે તેવો નિર્ણય કરીને વધુ સહાય માટે બહુમાળી ભવનમાં સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગમાં મોકલી ત્યાં વ્યક્તિગત ભલામણ પણ કરી હતી.

વ્યસ્તતા વચ્ચે એક બાળકીને મળ્યાં
હજુ થોડા દિવસ પહેલા જ કલેકટર અરુણ મહેશ બાબુ કચેરીએ આવ્યા ત્યાંરે કારમાંથી ઉતરતા જ પ્રવેશદ્વાર પાસે હેરાન થતા એક દિવ્યાંગ શિક્ષિકા પાસે પોતે સામેથી ગયા હતા. અને તેમની વ્યથા સાંભળીને ઘટતુ કરવાની ખાતરી આપી હતી. દરમિયાન આજે વધુ એકવખત કલેકટરને માનવતાભર્યુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.કલેકટર અરૂણ મહેશ બાબુ અગત્યના કામમાં વ્યસ્ત હતા. એમ છતા ધોરણ 10માં અભ્યાસ કરતી એક નિરાધાર બાળકી મળવા માગે છે તેવો સંદેશો મળતા જ તેમને ઓફિસમાં મળવા બોલાવી લીધી હતી.આ બાળકીના માતા-પિતા બન્ને કોરોનામાં અવસાન પામ્યા છે. બાળકી હાલ તેમના નાનીમા સાથે રહે છે.

બાળકીનો ભણવાનો ખર્ચ ઉઠાવવાની વ્યવસ્થા કરી આપી
જ્યા રહે છે એ ભાડાનું મકાન ઘરધણી ખાલી કરાવતા હોય તેમના ઉપર આવેલી પડેલી આપદાની દાસ્તાન બાળકીએ કલેકટરને સંભળાવી હતી. બાળકીની સ્થિતિથી વાકેફ થતા જ કલેકટરે તેમના ભણવાનો ખર્ચ તંત્ર ઉઠાવે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરી આપી હતી. એટલુ જ નહીં રહેવા માટે આસરો મળી રહે એ માટે બહુમાળી ભવનમાં બેસતી સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગમાં મોકલીને ત્યાં સંબંધિત અધિકારીને પર્સનલ ભલામણ પણ કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...