તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટ:કલેક્ટરે સિંચાઈના અધિકારીઓ સાથે બેઠક કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડવા સંદર્ભે ચર્ચા થઇ
  • રાજકોટ જિલ્લામાં વરસાદ ન વરસતા પાણીનો પ્રાણપ્રશ્ન

ચોમાસાની સિઝન વચ્ચે વરસાદ ન વરસતા પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. વરસાદ વધુ ખેંચાય તો સ્થિતિ વધુ વિકટ બને તેમ છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના ડેમોની સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો. ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણીને લઈ ચર્ચા થઈ હતી.

ગત વર્ષે આ સમયે સાર્વત્રિક વરસાદ હતો. મોટાભાગના ડેમો છલકાયેલ હતા, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર એક જ સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતોને સિંચાઈ માટે તેમજ લોકોને પીવાના પાણીની પણ અછત ઊભી થાય તેમ છે. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ.જી. પટેલના જણાવ્યાં મુજબ હાલ જિલ્લાના લોકોને પીવાના પાણી માટે મોજ, વેણુ, ભાદર, આજી-3, ન્યારી-1, ફોફળ ડેમમાંથી આપવામાં આવે છે. જોકે આ ડેમમાં હાલ તો પીવાના પાણીની કોઈ વિકટ સ્થિતિ નથી, પરંતુ હવે જો વરસાદ વધુ ખેંચાય તો સૌની યોજનાનો સહારો લેવો પડે તેમ છે. જોકે હવે આગામી અઠવાડિયામાં વરસાદ ખેંચાશે તો પીવાના પાણી સંદર્ભે મહત્ત્વની બેઠક બોલાવાશે અને રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે.

જિલ્લાના 5 ડેમમાં 10%થી ઓછું પાણી
રાજકોટ જિલ્લાના 5 ડેમમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. જેમાં સૂરવો ડેમમાં 5.24 ટકા, ડોંડીમાં 6 ટકા, ગોંડલીમાં 4.21 ટકા, વાછપરીમાં 8.92 ટકા તેમજ કરમાળ ડેમમાં માત્ર 2.83 ટકા પાણી જ બચ્યું છે. જ્યારે 3 ડેમમાં 10થી 12 ટકા જળજથ્થો જ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...