તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર એક્શન મોડમાં:રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન અંગે જાગૃતિ લાવવા કલેક્ટરે ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી, વેક્સિનેશન વધારવા જવાબદારી સોંપી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુમાં વધુ લોકોને વેક્સિનેશન કરાવવા અપીલ કરી

રાજકોટમાં હાલ અંશતઃ કોરોનાના કેસ કાબૂમાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની રસી લેતા ભય અનુભવી રહ્યાં છે. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણની ગતિ એકદમ મંદ છે. ખોટી માન્યતા અને લોકોમાં રસીને લઈ જે ડર છે તેને દૂર કરવા અને જાગૃતિ લાવવા માટે કલેક્ટરે આ જવાબદારી ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક સંગઠનોને સોંપી છે.

ઔદ્યોગિક સંગઠનના આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી
આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગામડાઓની પ્રજા GIDCમાં આવેલા સિરામીક યુનિટોમાં કામ કરવા જતી હોય છે. જેથી તેમાં જાગૃતિ લાવવા અને રસી લેવા માટેની સમજણ આપવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક સંગઠનો સાથે મિટિંગ કરવામાં આવી હતી. અને લોકોને સમજાવવા ઉદ્યોગકારોને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાબતે તમામ ઔદ્યોગિક સંગઠનના આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી હતી.

મનોવિજ્ઞાન ભવનની 50 લોકોની ટીમ પણ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત
હાલ રાજકોટ જિલ્લાના ગામડામાં ગેર માન્યતા, અંધશ્રધ્ધા, લોકોમાં ઘર કરી ગઈ છે. તેવા કારણે કોરોનાની રસીથી લોકો ભાગી રહાય છે. જેમાં જાગૃતિ લાવવા માટે કલેક્ટર દ્વારા મનોવિજ્ઞાન ભવનની 50 લોકોની ટીમ પણ ગ્રામ્ય વિસ્તારમાં ઉતારવામાં આવી હતી. જેમાં તેમને વિવિધ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.મનોવિજ્ઞાન ભવને કરેલા સર્વેમાં ચોકાવનારા તારણો આવ્યાં હતા. જેમાં મહિલાઓમાં જાણવા મળ્યું હતું કે રસી લેવાથી ગર્ભ રહેતો નથી. લોકો વહેલા મરી જાય છે, અન્ય એક ભાઈએ કહ્યું હતું કે, તેને માનતા રાખી છે.

અન્ય સમાચારો પણ છે...