બેડમિન્ટન રમતા પડી જતાં ઘવાયા:DMCને ફ્રેક્ચર થતા કલેક્ટર સિવિલ લઈ આવ્યા, ડોક્ટર ઓળખી ન શક્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં રાત્રિના સમયે જિલ્લા કલેક્ટરની કાર આવી પહોંચતા થોડીવાર માટે દોડાદોડી થઈ પડી હતી કારણ કે, હાજર સ્ટાફ અધિકારીઓને ઓળખી શક્યા ન હતા. હાર્વે ક્લબમાં બેડમિન્ટનનો ટીમ મેચ ચાલી રહ્યો હતો જેમાં એક તરફ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને મનપાના નાયબ કમિશનર એ.આર. સિંઘ તેમજ સામે ઈન્કમટેક્સના અધિકારી અને બેડમિન્ટન કોચ હતા મેચમાં એક જ પોઈન્ટનો તફાવત હતો અને તે પોઈન્ટ મેળવવા માટે નાયબ કમિશનરે પ્રયત્ન કરતા તેઓ પડી ગયા હતા અને ડાબા હાથમાં તુરંત સોજો ચડી ગયો હતો.

કલેક્ટર અને તમામ અધિકારી તુરંત જ તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને ઈમર્જન્સી વિભાગમાં પહોંચ્યા હતા પણ સ્ટાફ બંને અધિકારીઓને ઓળખી શક્યા ન હતા પણ બહાર કલેક્ટરની કાર જોતા જ દોડાદોડી શરૂ કરવી પડી હતી. નાયબ કમિશનરનું કાંડું મૂળ જગ્યાએથી ખસી ગયાનું તેમજ હેરલાઈન ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું જોકે તેમના ઘરે કોઇ હાજર ન હોવાથી ઓપરેશન કરાવ્યું ન હતું. જિલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ તેમને ઘરે પહોંચાડી રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...