હવામાન:તાપમાનમાં 2 ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો આવતા ઠંડી વધી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં વાદળો હટતાની સાથે જ તાપમાનમાં ઘટાડો આવવાની શરૂઆત થઈ ગઈ છે. શનિવારે વાદળો હટતા મહત્તમ તાપમાનમાં ઘટાડા સાથે 29 ડિગ્રી હતું જે રવિવારે 28.7 ડિગ્રી સેલ્શિયસ થઈ ગયું હતું, જ્યારે ન્યુનતમ તાપમાન કે જે 17 ડિગ્રી હતું તે 15 ડિગ્રી સેલ્શિયસ થઈ ગયું છે.

દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ હતું અને વાદળો ન હતા પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્શિયસ કરતા નીચે જ રહેતા ઠંડી અનુભવાઈ હતી અને સાંજના સમયે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો 9 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ ફૂંકાઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...