હવામાન:રાજકોટમાં ઠંડીએ અસ્સલ મિજાજ દેખાડવાનું શરૂ કર્યું, તાપમાન 10.30

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હજુ કાલ સુધી કોલ્ડવેવ રહેશે,રાજકોટમાં ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત, પવન 22 કિલોમીટરની ઝડપે ફૂંકાયો

ગુરુવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની અસર દેખાઈ હતી અને સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી નોંધાઈ હતી. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા અને સુકા પવનો ફૂંકાવાને કારણે બુધવારથી તાપમાનનો પારો ગગડવાનું શરૂ થયો છે. ગુરુવારે રાજકોટમાં વધુ એક ડિગ્રી તાપમાન ઘટતા 10.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ રહેશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં અથવા તો 10 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

લઘુતમ તાપમાન નીચે જવાની સાથે સાથે પવન 22 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. ઠંડીની અસરને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રીની વચ્ચે રહેતા ઠંડીની અસર વર્તાતી નહોતી. હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા રહ્યું હતું. પવન 22 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. તાપમાન 10.3 ડિગ્રી રહેતા દિવસભર ઠંડી રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ લઘુતમ તાપમાન જળવાયેલું જ રહેશે.

ઠંડીને કારણે વશેલી સવારે શાળા- કોલેજે જતા વિદ્યાર્થીઓ ગરમ કપડાંમાં સજ્જ જોવા મળ્યા હતા અને શાળા- કોલેજમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી પાંખી જોવા મળી હતી. તેમજ સવારે મોર્નિંગ વોક કરવા જતા લોકોની સંખ્યા પણ ઓછી રહી હતી. રાજકોટ ઉપરાંત ગીર- સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર સહિતના સ્થળોએ કાતિલ ઠંડી રહી હતી. ઠંડીનુું પ્રમાણ વધવાને કારણે શાલ- સ્વેટર, ટોપી વગેરેની ડિમાન્ડમાં પણ વધારો થયો હતો અને તેના ભાવમાં પણ ઉછાળો રહ્યો હતો. શનિવાર સુધી ઠંડીનું પ્રમાણ રહેશે ત્યારબાદ ધીમે- ધીમે ક્રમશ: તાપમાન વધશે.

અન્ય સમાચારો પણ છે...