તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટી કૌભાંડ:માટી કૌભાંડમાં નિવેદન આપનાર કોચનું રાજીનામું!, કોચે માત્ર 45 ફેરામાં સહી કરી છતાં 931 ફેરામાં બોગસ સહી હોવાનું બહાર આવ્યું હતું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદિત માટી કૌભાંડમાં તપાસ સમિતિ સમક્ષ નિવેદન આપવા બોલાવાયેલા કોચ કેતન ત્રિવેદીએ સમગ્ર હકીકત સમિતિના સભ્યોને જણાવી દીધી હતી. કોચે માત્ર 45 ફેરામાં જ સહી કરી હોવાનું નિવેદન આપ્યું હતું પરંતુ તપાસ સમિતિએ કબજે કરેલા દસ્તાવેજોમાં 963માંથી 931 ફેરામાં આ જ કોચની કોઈએ બોગસ સહી કરી હોવાનું બહાર આવ્યું હતું. આમ સમગ્ર માટી કૌભાંડની હકીકત તપાસ સમિતિ સમક્ષ નિવેદન આપનાર કોચે યુનિવર્સિટીના રાજકારણથી કંટાળીને રાજીનામું આપી દીધું છે અને શારીરિક શિક્ષણ નિયામકે તાકીદે તેનું જાહેરનામું મંજૂર પણ કરી દીધું છે.

તપાસ સમિતિએ કુલપતિને જમા કરાવેલા રિપોર્ટમાં કૌભાંડ આચરનાર અધિકારીને ક્લીન ચીટ આપવાની અને કોન્ટ્રાક્ટર તેમજ કોચને દોષિત ઠેરવવાનું ચિત્ર ઉપસતા વર્ષોથી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કોચે રાજીનામું આપી દીધું છે. તપાસ દરમિયાન પણ કોચ ઉપર માટી કૌભાંડના બિલમાં તેની સહી નહીં હોવા છતાં સહી પોતાની જ છે તેવું સ્વીકારવા પણ દબાણ કરાયું હતું. 25 ઓગસ્ટના રોજ સિન્ડિકેટમાં માટી કૌભાંડનો તપાસ સમિતિનો રિપોર્ટ ખૂલશે અને નિર્ણય થશે.

અન્ય સમાચારો પણ છે...