કોરોના રાજકોટ LIVE:શહેરમાં નવા 10 કેસ દાખલ, 14 કોરોનામુક્ત, 45 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 10 કેસ નોધાયા હતા. જ્યારે તેની સામે 14ને ડિસ્ચાર્જ કરાયા હતા. આ કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 45 થઈ છે. જ્યારે કુલ કેસનો આંક 65410 થયો છે.

ગુરૂવારે માત્ર 2 કેસ નોંધાયા
ગુરુવારે ફક્ત 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી એક વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધા છે અને બીજા રામનાથપરાના 60 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે. સૌથી વધુ જ્યાં કેસ નીકળે છે તેવા વેસ્ટ ઝોનના નાનામવા અને નંદનવન આરોગ્ય કેન્દ્રમાંથી એક પણ કેસ આવ્યો નહોતો. બીજી તરફ એકસાથે 13 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. સપ્ટેમ્બરના પ્રથમ દિવસે જ 2 કેસ આવતા આ માસમાં કેસ નહીંવત આવશે તેવી આશા જાગી હતી. પરંતુ બીજા દિવસે શુક્રવારે 9 કેસ નોંધાયા હતા.

બુધવારે 5 કેસ નોધાયા હતા
બુધવારે 5 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 9 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે ઘણા સમય પછી કોરોનાથી એક મોત નોંધાયું હતું. જેમાં 70 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે મંગળવારે નવા 9 કેસ નોંધાયા હતા. જેમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારમાં 7 વર્ષ અને રામનાથપરામાં રહેતા 14 વર્ષ સહિત બે બાળકનો સમાવેશ થાય છે. બીજી તરફ નવા કેસની સંખ્યા ઘટતા તેમજ ડિસ્ચાર્જના આંકમાં વધારો થતા એક્ટિવ કેસ ઘટી રહ્યાં છે. મંગળવારે 31ને કોરોના મુક્ત જાહેર કરાયા હતા.

મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે
શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા છે તો મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગત સપ્તાહમાં ડેન્ગ્યુના 4 નોંધાયા હતા. જે તેના પહેલાના સપ્તાહે 8 હતા. આ રીતે જોતા હાલ તો સ્થિતિ કાબૂમાં છે પણ બધો જ આધાર વરસાદની પેટર્ન પર રહ્યો છે. જ્યારે જ્યારે બે ઋતુ ભેગી થાય ત્યારે ફ્લૂની સ્થિતિ જોવા મળે છે. હજુ આ સપ્તાહમાં આ કેસની સંખ્યામાં હજુ વધારો આવશે. બીજી તરફ ગત સપ્તાહે લોકોએ મેળાની મોજ લીધી હતી અને અલગ અલગ વિસ્તારોમાં ફરવા ગયા હતા આ કારણે કોરોનાના કેસમાં ઉછાળો આવવાની શક્યતા પણ તબીબો વ્યક્ત કરી હતી. પરંતુ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...